નવી દિલ્હી. અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફૂંકાયો હતો. જેને કાંઠેથી પસાર થતા લગભગ 3 કલાક જેટલો સમય લાગશે. આ સાથે જ મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. આ પહેલા તોફાન ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા.
હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાનો એક ભાગ હાલ પણ સમુદ્રની ઉપર છે. જે લગભગ એક કલાકમાં પસાર થઈ જશે. હાલ કેન્દ્રમાં વાવાઝોડાની તીવ્રતા 90થી 110 કિમી પ્રતિ કલાક છે. આગામી છ કલાકમાં તે પૂર્વોત્તરની તરફ આગળ વધશે અને નબળા વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ સાથે જ મુંબઈમાં સાજે 7 વાગ્યા સુધી વિમાનોની અવરજવર રોકી દેવાઈ છે.
આ સાથે જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે 7 વાગ્યા સુધી વિમાનોની અવર જવર અટકાવી દેવાઈ છે. રનવે પર કાર્ગો પ્લેન લપસી જવાથી આ પગલા લેવામાં આવ્યા છે.
અપડેટ્સ
- મહારાષ્ટ્રના 21 અને ગુજરાતના 16 જિલ્લામાં તોફાનની અસર છે. બન્ને રાજ્યોમાં NDRFએ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. આ સાથે જ મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનોની અવરજવર બંધ કરાઈ છે.
- ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા હતા. પહેલા આ તોફાન ગુજરાતના કાંઠાને પણ અથડાવાના અનુમાનો હતા.
- સાઉથ મુંબઈની એક રહેણાક બિલ્ડીંગની છત પરથી શેડ ઉડ્યો. મરીન ડ્રાઈવ પાસે સીબીઆઈ લેન પર ઝાડ ધરાશાઈ થયું, જેનાથી એક ટેક્સીને ખરાબ રીતે નુકસાન થયું છે.
- હવામાન વિભાગ(કુબાલાબ)ના ડેપ્યુટી ડાયરેક્ટર કુષ્ણાનંદ હોસાલીકરે જણાવ્યું કે, અલીબાગમાં તોફાન અથડાતી વખતે અહીંયા 125 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. અહીંયા તોફાન રાયગઢ પાર કરીને મુંબઈ અને થાણે તરફ વધી રહ્યું છે. તોફાનની અસર લગભગ 3 કલાક સુધી રહેવાની છે.
- નિસર્ગ વાવાઝોડાના કારણે મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર વાહનોની અવરજવર અટકાવી દેવાઈ છે
- મુંબઈના સસૂન ડોક પરિસરમાં ચક્રવાતી તોફાન આવ્યા પહેલા સમુદ્ર એકદમ અશાંત જોવા મળ્યો.આ માછીમારોનો વિસ્તાર છે. જોકે પોલીસ અહીંયા સતત વોચ રાખી રહી છે. પોલીસ સસૂન ડોકના શેડની અંદર જવા અને સમુદ્ર કાંઠા પાસે ઊભા ન રહેવાની સૂચના આપી રહી છે.
- નિસર્ગ તોફાનમાં એક જહાજ ફસાયું છે અને રત્નાગિરીના ભાટીમિર્યા સમુદ્ર કાંઠે પહોંચી ગયું છે.
- મુંબઈ મહાનગપાલિકાના લોકોએ સલાહ આપી છે કે ભારે વરસાદ દરમિયાન તેઓ ઘરમાંથી કામ વગર ન નીકળે. કારમાં બહાર જાવ તો હથોડી કે અન્ય ભારે ઓજાર હાથમાં રાખો જો પાણીમાં ફસાઈ જાવ તો સેન્ટ્રલ લોક જામ થઈ જાય તો કાચ તોડીને બહાર નીકળી શકાય
- સાઈક્લોન નિસર્ગનો વિસ્તાર છેલ્લા એક કલાકમાં 65 કિમી ઘટ્યો છે. હવાની ગતિ 85-95 કિમી/કલાકથી વધીને 90-100 કિમી/ કલાક થઈ ગઈ છે.
- મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામોમાંથી 21 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો પહોંચાડવામાં આવ્યા છે. જિલ્લાના તમામ ઉદ્યોગો અને બજારોને બંધ કરી દેવાયા છે. માછીમારોને 4 જૂન સુધી દરિયો ન ખેડવા માટે કહેવાયું છે.
- તોફાનને ધ્યાનમાં રાખતા પશ્વિમ નૌસેના કમાને તેમની તમામ ટીમોને સતર્ક કરી દીધી છે. નૌસેનાએ 5 પૂર ટીમ અને 3 મરજીવાઓની ટીમને મુંબઈમાં તૈયાર રાખ્યા છે.
સવાલ-જવાબમાં સમજો નિસર્ગ તોફાનને
તોફાન ક્યાં આવ્યું?
અહીંયા 1 જૂને અરબ સાગરના મધ્ય-પશ્વિમ તટીય વિસ્તારમાં ઓછું દબાણ છે, જે ચક્રવાતમાં ફેરવાયું છે. ત્યારે ઓછા દબાણનું ક્ષેત્ર મુંબઈથી 630 કિમી દક્ષિણ અને દક્ષિણ પશ્વિમ હતું.
ક્યાં અને ક્યારે અથડાયું?
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ વિસ્તારમાં બુધવારે બપોરે 1 વાગ્યે અથડાયું હતું. અહીંયાથી તેને પસાર થવામાં 3 કલાક જેટલો સમય લાગશે.
તેની કેવી અસર થશે?
વાવાઝોડાની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈમાં 27 સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે.સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉઠી રહ્યા છે. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી-પાણીની સપ્લાઈ બંધ કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત સિવાય દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશના ભોપાલ ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર વિભાગના ઘણા જિલ્લાઓ અને શેહોરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
મહારાષ્ટ્રમાં તોફાન કેટલા વર્ષ બાદ આવ્યું છે?
હવામાન વિભાગના સાઈક્લોન ઈ-એટલસના જણાવ્યા પ્રમાણે, 1981 પછી પહેલી વખત મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારની આસપાસ સાઈક્લોનનું જોખમ આવ્યું છે. આ પહેલા 1948 અને 1980માં આવી સ્થિતિ બની હતી પણ એ વાવાઝોડામાં ફેરવાયું તેના અંગે મતભેદ છે.
બે સપ્તાહમાં આ બીજું તોફાન કેવી રીતે?
21મી મેના રોજ અમ્ફાન તોફાન આવ્યું હતું. ઓરિસ્સા અને પશ્વિમ બંગાળના કાંઠાના વિસ્તારમાં તબાહી હતી. તેના બે સપ્તાહ બાદ જ હવે નિસર્ગ તોફાન આવી રહ્યું છે.
વાવાઝોડાનું નામ કોણ રાખ્યું?
આ તોફાનનું નામ બાંગ્લાદેશે આપ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનનારા તોફાનના નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન. પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ આપે છે. ભારતીય હવામાન વિભાગે એપ્રિલ 2020માં વાવાઝોડાની નવી યાદી બહાર પાડી હતી. જેમાં નિસર્ગ, અર્ણબ, આગ, વ્યોમ, અજાર, તેજ, ગતિ, પિંકૂ અને લૂલૂ જેવા 160 નામ સામેલ છે.
આનાથી શું નુકસાન થઈ શકે છે?
પાલઘરમાં દેશનું સૌથી જુનુ તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. મુંબઈમાં બાર્ક (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. તેને નુકસાન પહોંચશે તો વીજ પ્રવાહ ખોરવાઈ શકે છે. રાયગઢમાં પણ પાવર પેટ્રોલિયમ, કેમિકલ્સ અને ઘણી અન્ય મહત્વની ઈન્ડસ્ટ્રીઝ છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક ઠેકાણા છે. તોફાનથી પણ તેને જોખમ છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં NDRFની 36 ટીમો તહેનાત
મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમો. જેમાંથી મુંબઈમાં 8, રાયગઢમાં 5, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુદુર્ગમાં 1 ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં 5 ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને 3 મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે. પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. તો બીજી તરફ NDRFની 16 ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના 11 જિલ્લામાં એલર્ટ છે.
પરમાણુ કેમિકલ યૂનિટને જોખમ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તોફાનના રસ્તે રાયગઢ અને પાલઘરમાં પરમાણુ અને રાસાયણિક સંયંત્ર પણ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. જેનાથી વીજપ્રવાહ ખોરવાવાનો પણ ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં ઉદ્ધવ સાથે ચર્ચા પણ કરી હતી. પાલઘરમાં દેશનું સૌથી જુનુ તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. અહીંયા ઘણા અન્ય પાવર યુનિટ્સ પણ છે. મુંબઈમાં બાર્ક(ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. રાયગઢમાં પણ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને અન્ય બીજી મહત્વની ઈન્ડસ્ટ્રી છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક ઠેકાણા છે.
નિસર્ગની અસર ક્યાં-ક્યાં
તોફાનની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈમાં 27 સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે. સમુદ્રમાં 2 મીટર ઊંચી લહેર ઉઠી હતી. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી પાણીની સપ્લાઈ બંધ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાંત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.