Saturday, December 3, 2022
Homeગુજરાતકડીના ડાંગરવા ગામે ઘર પાસે પાર્કિંગ કરેલી ઈકો ગાડીનું સાઇલેન્સરની ચોરી

કડીના ડાંગરવા ગામે ઘર પાસે પાર્કિંગ કરેલી ઈકો ગાડીનું સાઇલેન્સરની ચોરી

- Advertisement -

કડી તાલુકા તેમજ શહેરની અંદર થોડાક દિવસોથી ચોરીના અનેક બનાવો જોવા મળી રહ્યા છે અને કડી તાલુકા તેમજ શહરેની અંદર એક અઠવાડિયાની અંદર ત્રીજી ચોરીની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત ચોરીની ઘટનાઓમાં વધારો થતાં લોકોમાં ફફડાટ છવાઈ ગયો છે. ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડાંગરવા ગામે ચોરીની ઘટના સામે આવી છે. ડાંગરવા ગામે ઘરની પાસે પાર્ક કરેલી ઈકો ગાડીનું સાઇલેન્સર ચોરાતાં માલિકે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કડી તાલુકાના ડાંગરવા ગામે રહેતા પ્રદીપસિંહ ડાભી કે જેઓ ખેતી કામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાની માલિકીની ઈકો ગાડી નં GJ 2 CL 0313 રાખે છે અને કંઈ કૌટુંબિક કામકાજ હોય તો જ ઇકો ગાડી લઇ જાય છે. છેલ્લા ઘણા સમયથી પોતાના ઘર આગળ પોતાની ઈકો ગાડી પાર્ક કરી હતી અને તેઓને પોતાની ઈકો ગાડી લઈને બહારગામ જવાનું હોવાથી તેમણે ગાડીનો સેલ મારતાં અવાજ બદલાયેલો જણાયો હતો. તેમણે ગેરેજમાં જઈને બતાવ્યું તો તેમની ઇકો ગાડીનું સાયલેન્સર ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઇકો ગાડીના માલિકે પોતાની ગાડીનું સાઇલેન્સર ચોરાતાં નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular