Friday, April 19, 2024
Homeવડોદરા : દર મહિને એક હજાર રૂપિયાની સહાય સહિતની માંગણીઓ સાથે પ્રજ્ઞાચક્ષુઓનો...
Array

વડોદરા : દર મહિને એક હજાર રૂપિયાની સહાય સહિતની માંગણીઓ સાથે પ્રજ્ઞાચક્ષુઓનો મૌન વિરોધ,

- Advertisement -

વડોદરા. કોરોના વાઈરસની મહામારીમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વડોદરાના પ્રજ્ઞાચક્ષુઓએ પડતર માંગણીઓ સંદર્ભે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે મૌન વિરોધ કર્યો હતો. જેમાં સંત સુરદાસ યોજના હેઠળ સરકાર દ્વારા મળતા 500 રૂપિયાના બદલે સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પ્રજ્ઞાચક્ષુઓ કહે છે કે, સરકારે આપેલા વચન પ્રમાણે સહાય મળી નથી

પ્રક્ષાચક્ષુઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીમાં અમને સરકારી લાભ મળ્યા નથી. સરકારે આપેલા વચન પ્રમાણે સહાય મળી નથી. ઘણા પ્રજ્ઞાચક્ષુઓ ભૂખમરાનો ભોગ બન્યા હતા. હવે દર મહિને એક હજાર રૂપિયા મળવા જોઇએ અને લાઇટ બીલ માફ કરવુ જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular