વિડીયો : કોમોડિટી : ચાંદી 2000 વધી રૂ.66500, સોનામાં રૂ.500નો સુધારો

0
6

ચાંદીમાં હાજર બજારમાં રૂ.2,000નો ઉછાળો, જ્યારે વાયદા બજારમાં રૂ.2નો મામૂલી સુધારો.

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 15 સપ્ટેમ્બરને મંગળવારે વિવિધ વાયદાઓમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1969 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજર સોનું રૂ.500 વધી 99.50ના રૂ.53,300 અને 99.90ના રૂ.53,500 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારમાં વધઘટ સંકડાઈ ગઈ હતી. વાયદા બજાર એમસીએક્સ પર સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,850ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.52,182 અને નીચામાં રૂ.51,561ના મથાળે અથડાઈ અંતે રૂ.82 વધી રૂ.51,769ના ભાવે બંધ થયો હતો.

વિડીયો : કોમોડિટી : ચાંદી 2000 વધી રૂ.66500, સોનામાં રૂ.500નો સુધારો

હવે ચાંદીની વાત કરીએ તો વિશ્વબજારમાં ચાંદી 1 ઔંશદીઠ 27.52 ડોલર બોલાઈ હતી, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજર ચાંદી રૂ.2,000ના ઉછાળા સાથે રૂ.66,500ના સ્તરે બોલાઈ રહી હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજાર એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.69,500 ખૂલી, ઊંચામાં રૂ.69,887 અને નીચામાં રૂ.68,199ના સ્તરને સ્પર્શી અંતે રૂ.2ના મામૂલી સુધારા સાથે રૂ.68,967ના ભાવે બંધ થયો હતો.કીમતી ધાતુનો ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 16,279 ખૂલી, ઊંચામાં 16,357 અને નીચામાં 16,161ના સ્તરને સ્પર્શી ઈન્ટ્રા-ડેમાં 196 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 18 પોઈન્ટ વધી 16,223 બંધ થયો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો, વિશ્વબજારમાં ન્યૂયોર્ક ક્રૂડ બેરલદીઠ 37.85 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 40.15 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં વાયદા બજાર એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.2,738 ખૂલી, ઊપરમાં રૂ.2,844 અને નીચામાં રૂ.2,727 બોલાઈ, અંતે રૂ.80 વધી રૂ.2,828ના સ્તરે બંધ થયો હતો.
હવે કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો, એમસીએક્સ પર કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.1,043 ખૂલી, ઊંચામાં રૂ.1,046.50 અને નીચામાં રૂ.1,039ના સ્તરને સ્પર્શી અંતે રૂ.1ના મામૂલી ઘટાડા સાથે રૂ.1,041.50ના ભાવે બંધ થયો હતો, જ્યારે એમસીએક્સ રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.17,950 ખૂલી, ઊંચામાં રૂ.18,050 અને નીચામાં રૂ.17,900 બોલાઈ અંતે રૂ.60 વધી રૂ.17,980ના સ્તરે બંધ થયો હતો.