વિડ્યો : કોમોડિટી એક્સપ્રેસ : ચાંદી હાજર બજારમાં રૂ.1,000 તૂટી, જ્યારે વાયદા બજારમાં રૂ.1,061 ઊછળી

0
0

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. શેરબજારમાં ઉછાળાને પગલે મુખ્ય ચલણો સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. અમેરિકામાં સ્ટીમ્યુલ્સને મુદ્દે મડાગાંઠ સર્જાતા કિંમતી ધાતુના ભાવ દબાયા હતા.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના ભાવ જે ગઈકાલે જીએસટી વગરના રૂપિયા ૫૦૯૪૨ રહ્યા હતા તે ઘટીને રૂપિયા ૫૦૪૨૪ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૫૧૧૪૭વાળા રૂપિયા ૫૦૬૨૭ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૨૧૮૮વાળા રૂપિયા ૬૦૩૧૪થઈ રૂપિયા ૬૦૭૩૦ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.

વિડ્યો : કોમોડિટી એક્સપ્રેસ : ચાંદી હાજર બજારમાં રૂ.1,000 તૂટી

અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૦૦ ઘટી રૂપિયા ૬૧૦૦૦ રહ્યા હતા. ગોલ્ડ રૂપિયા ૫૦૦ ઘટી ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૫૨૧૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૨૩૦૦ રહ્યા હતા.

અમેરિકામાં સ્ટીમ્યુલ્સને મુદ્દે ફરી મડાગાંઠ સર્જાતા તેની અસરરૂપે વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવ દબાયા હતા. ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૯૨૦ ડોલરવાળા ૧૮૯૧ ડોલર થઈ ૧૯૦૧ ડોલર બોલાતા હતા. ચાંદી ઔસ દીઠ ૨૪.૯૮ ડોલરવાળી ૨૪.૨૭ ડોલર બોલાતી હતી.

પ્લેટિનમ ૮૭૪ ડોલરવાળું સ્થિર જોવા મળ્યું હતું જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૨૪૧૩ ડોલરવાળું ૨૩૫૮ ડોલર બોલાતું હતું. ડોલર ઈન્ડેકસમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં રિટેલ ફુગાવો વધીને આવતા ગોલ્ડના ભાવ નીચા મથાળેથી બાઉન્સ બેક થયા હતા. ફુગાવા સામે હેજ તરીકે ગોલ્ડના ભાવ ઊંચકાયા હતા.

મુખ્ય વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ડોલર ૬ પૈસા ઘટી ૭૩.૩૦ રૂપિયા, પાઉન્ડ ૧૦૫ પૈસા ઘટી ૯૪.૫૬ રૂપિયા તથા યુરો ૩૭ પૈસા ઘટી ૮૬.૦૮ રૂપિયા રહ્યો હતો. બ્રિટને બ્રેકઝિટ મુદ્દે વાટાઘાટ ચાલુ રાખવાનું નિવેદન કરતા વિશ્વ બજારમાં પાઉન્ડમાં ઉછાળો આવ્યો હતો.

ક્રુડ ઓઈલમા માગ કરતા પૂરવઠો વધુ રહેતા ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. ન્યુયોર્ક ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૪૦.૦૩ ડોલર જ્યારે બ્રેન્ટ ૪૨.૩૧ ડોલર બોલાતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here