સિંગર કનિકા કપૂરને તેના તપાસ રિપોર્ટ પર શંકા, ડોક્ટરે આરોપ લગાવ્યો કે સારવાર દરમિયાન સહયોગ આપતી નહોતી

0
11

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઈરસના સંક્રમણથી ચર્ચામાં આવેલી બોલિવૂડ સિંગર કનિકા કપૂરને લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એસજીપીઆઈ) માં દાખલ કરવામાં આવી છે. તે ઇચ્છે છે કે, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી તેની બીજી વખત તપાસ કરે, કેમ કે, તેના પહેલા રિપોર્ટમાં તેની ઉંમર 28 વર્ષ લખવામાં આવી છે, તે ઉપરાંત જેન્ડર કોલમમાં તેના નામ આગળ ફીમેલને બદલે ‘મેલ’ લખવામાં આવ્યું છે. તેથી કનિકાને શંકા છે કે, તેના તપાસ રિપોર્ટમાં ભૂલ છે. તો બીજી તરફ પીજીઆઈના ડોક્ટરે સિંગર પર સારવાર દરમિયાન સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.

રવિવારે બીજુ સેમ્પલ લેવામાં આવી શકે છે
કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી કનિકાનું બીજુ સેમ્પલ લેશે. કનિકાની 92 વર્ષીય દાદી તથા પરિવારના કેટલાક સભ્યોના તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે. કનિકાના કાકાએ જણાવ્યું કે, અત્યાર સુધી પરિવારના જે લોકોના રિપોર્ટ આવ્યા છે, તેમાંથી કોઈને સંક્રમણ નથી થયું.

ડોક્ટરનો આરોપઃ સારવારમાં સહકાર નહોતી આપતી કનિકા
એસજીપીઆઈના ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે, કનિકા કપૂર તેમણે સારવારમાં સહયોગ નહોતી આપતી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમને હોસ્પિટલમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમ છતાં તેમનો વ્યવહાર અયોગ્ય હતો. તે નખરા કરી રહી છે અને પોતાની જાતને મોટી સ્ટાર હોય એવી રીતે વર્તન કરે છે. કનિકાની માગોને લઈને હોસ્પિટલ વહીવટીતંત્ર પણ કંટાળી ગયું છે. આ અગાઉ એક વાતચીતમાં કનિકાએ આરોપ લગાવ્યો હતો કે, ડોક્ટરે તેને આઈસોલેશનમાં રાખી હતી અને તેઓ તેને ધમકાવી રહ્યા હતા.

કાનપુરના કલ્પના એપાર્ટમેન્ટને જંતુરહિત કરવામાં આવ્યો
લખનઉ અને કાનપુર પ્રશાસને કનિકાની 11 માર્ચ બાદ વિવિધ જગ્યાઓ પર આવવા-જવાની વિગતો એકત્રિત કરી છે. કનિકા 9 માર્ચે લંડનથી મુંબઈ પરત ફરી હતી. 11 માર્ચે મુંબઈથી લખનઉ પહોંચી હતી. 13 માર્ચે કાનપુરમાં બપોરે 1.30થી 4.30 વાગ્યા સુધી કાનપુરના કલ્પના એપાર્ટમેન્ટમાં પ્રેવશ કર્યો હતો. તે પરિવારના 3 સભ્યોની સાથે હતી. તેના મામાના પરિવારના 35 સભ્યોના સેમ્પલ માઈક્રોબાયોલોજી વિભાગ કેજીએમયૂને મોકલવામાં આવ્યા છે. કલ્પના એપાર્ટમેન્ટની આસપાસના એપાર્ટમેન્ટમાંથી આવેલ સંબંધીઓના ઘરને સંપૂર્ણ રીતે જંતુરહિત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here