Tuesday, October 26, 2021
Homeસિંગર કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 14 ઓક્ટોબરે અમેરિકા જવાના હતા
Array

સિંગર કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 14 ઓક્ટોબરે અમેરિકા જવાના હતા

બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર કુમાર સાનુનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કુમારે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. હાલમાં જ કુમાર સાનુ પોતાના દીકરા જાન કુમારને કારણે ચર્ચામાં છે. જાન સાનુ ‘બિગ બોસ 14’માં સ્પર્ધક તરીકે જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં શું કહેવામાં આવ્યું?

કુમાર સાનુના ઑફિશિયલ ફેસબુક પેજમાં કહેવામાં આવ્યું છે, ‘કમનસીબે સાનુદાનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. આભાર, ટીમ KS (કુમાર સાનુ)

14 ઓક્ટોબરે કુમાર સાનુ લોસ એન્જલસ જવાના હતા

સૂત્રોના મતે, કુમાર સાનુ 14 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસ જવાના હતા. અહીંયા તેમની પત્ની સલોની તથા બે દીકરીઓ શેનોન તથા અન્નાબેલ છે. જોકે, હવે કુમાર સાનુ થોડાં દિવસો બાદ અમેરિકા જશે.

સૂત્રોના મતે, BMCએ કુમાર સાનુ જે જગ્યાએ રહે છે તે જગ્યા હાલ સીલ કરી દીધી છે. લોસ એન્જલસ સ્થિત કુમાર સાનુની પત્ની સલોનીએ કહ્યું હતું કે ઠીક થયા બાદ કુમાર સાનુ હવે આઠ નવેમ્બરે અમેરિકા આવશે. હાલમાં તેઓ ક્વૉરન્ટિન છે. તેઓ છેલ્લાં નવ મહિનાથી અમને મળવા માટે આતુર છે.’ વધુમાં સલોનીએ કહ્યું હતું, ‘જો તેમની તબિયતમાં સુધારો નહીં થાય તો પૂરો પરિવાર તહેવાર મનાવવા માટે મુંબઈ આવશે.’

લૉકડાઉનમાં પણ કુમાર સાનુ ભારતમાં હતા

લૉકડાઉનમાં કુમાર સાનુ ભારતમાં હતા અને તેમની પત્ની-બે દીકરીઓ અમેરિકામાં હતા. તેઓ નવ મહિનાથી પરિવારને મળવા માટે આતુર હતા. તેઓ 20 ઓક્ટોબરના રોજ તેમનો જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કરવા ઉત્સુક હતા. તેઓ ડિસેમ્બરમાં પત્નીનો જન્મદિવસ સેલિબ્રેટ કરીને ભારત પરત ફરવાના હતા.

કુમાર સાનુના બીજા લગ્ન

‘બિગ બોસ 14’નો સ્પર્ધક જાન કુમાર પોતાની માતા રીટાની સાથે રહે છે. કુમાર તથા રીટાના 1994માં ડિવોર્સ થયા હતા. ડિવોર્સ બાદ કુમારે સલોની સાહુ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. જાને 2016માં યુટ્યૂબ પર પિતાનું હિટ ગીત ‘દિલ મેરા ચુરાયા’ ગાયું હતું. આ વીડિયોને પાંચ મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા. કુમાર સાનુ તથા રીટા ભટ્ટાચાર્યને ત્રણ સંતાનો છે. સૌથી મોટી દીકરો જેસ્સી, બીજા નંબરનો જીકો તથા ત્રીજા નંબરનો દીકરો જાન કુમાર છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments