‘સિંઘમ’ ફૅમ કાજલ અગ્રવાલ આજે બિઝનેસમેન સાથે મુંબઈમાં લગ્ન કરશે.

0
30

બોલિવૂડ સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં, હવે 30 ઓક્ટોબરે ‘સિંઘમ’ ફૅમ કાજલ અગ્રવાલ મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. ગઈ કાલે 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

મિત્રો સાથે કાજલ અગ્રવાલ
(મિત્રો સાથે કાજલ અગ્રવાલ)

 

કાજલ મહેંદી સેરેમનીમાં ગ્રીન અને હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં હતી

હલ્દી તથા મહેંદી સેરેમનીમાં કાજલ
(હલ્દી તથા મહેંદી સેરેમનીમાં કાજલ)

 

કાજલ અગ્રવાલ હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી. કાજલ અગ્રવાલે મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો. જ્યારે મહેંદી સેરેમનીમાં કાજલ ગ્રીન પ્રિન્ટેડ સલવાર કમીઝમાં હતી અને બંને હાથમાં મહેંદી હતી.

હલ્દી સેરેમનીમાં કાજલ અગ્રવાલ
(હલ્દી સેરેમનીમાં કાજલ અગ્રવાલ)

 

સાદગીથી લગ્ન કરશે

થોડાં સમય પહેલા કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે, પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.’

‘છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.’

કોણ છે ગૌતમ કિચલુ?

ગૌતમ તથા કાજલ
(ગૌતમ તથા કાજલ)

 

રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગ’નો માલિક છે. કાજલે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’, ‘મગધીરા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here