Monday, October 18, 2021
Homeસિંઘમની હિરોઈન કાજલ અગ્રવાલનો બિકીની લુક ચર્ચામાં,
Array

સિંઘમની હિરોઈન કાજલ અગ્રવાલનો બિકીની લુક ચર્ચામાં,

બોલિવૂડ અને સાઉથની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે હાલમાં કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં કાજલ ખુબ જ સુંદર લાગી રહી છે. કાજલ હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે અને પોતાની કેટલીક તસ્વીરો પોતાના ચાહકો માટે શેર કરી હતી. આ તસ્વીરોમાં કાજલ ખુબ જ ખુશ લાગી રહી છે. તે હાલમાં માલદીવમાં વેકેશનની મજા લઇ રહી છે.

તે માલદીવમાં પોતાની દરેક પળને એન્જોય કરી રહી છે. તે દરિયા કિનારે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે પોતાના માતા-પિતા, બહેન નિશા, જીજાજી અને ભત્રીજા સાથે માલદીવ ગઈ છે. આ ખાસ અવસર પર કાજલ બીચવેરમાં જોવા મળી હતી.

આ તસ્વીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે. કાજલ કાયમ પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરતી હોય છે.

કાજલ ફ્લોટિંગ બલૂનમાં બેસીને દરિયાની લહેરોનો આનંદ ઉઠાવી રહી છે.

કાજલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને અલગ રાખે છે. તે પોતાના પરિવારને પૂરતો સમય આપે છે. તે ક્યારેય પોતાના પરિવારને સમય આપવાનું ચૂકતી નથી.

આ પહેલીવાર નથી કે કાજલે પોતાની તસ્વીરો શેર કરી હોય, કાજલ આનાથી પહેલા પણ કેટલીકવાર પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરી ચુકી છે. તમે જોઈ શકો છે કે ઝાડ પર ચડીને પ્રકૃતિનો આનંદ લઇ રહી છે.

જણાવી દઈએ કે સિંગાપુરના મેડમ તુસાદમાં કાજલનું એક મીણનું પૂતળું બનવાનું છે. તે સાઉથની પહેલી અભિનેત્રી છે જેનું મીણનું પૂતળું મેડમ તુસાદમાં લાગવાનું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ન્યુઝ શેર કરતા કાજલે લખ્યું હતું કે, મને યાદ છે કે જયારે હું નાની હતી ત્યારે મેડમ તુસાદ મ્યુઝીયમ જતી હતી અને ત્યાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પૂતળા જોઈને ખુશ થતી હતી.

હાલમાં કાજલ ‘ઇન્ડિયન 2’ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સુપર સ્ટાર કમલ હસન સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે અને તેનાથી પહેલા તે કામથી દુર માલદીવમાં એન્જોય કરી રહી છે.

કાજલ અગ્રવાલ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે અને તેને સાઉથની ફિલ્મોમાં ખુબ જ નામ કમાયું છે. તેને મગધીરા જેવી સુપર હિટ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments