KBC 12 : સિંગલ મધર સ્વરૂપા દેશપાંડે 1.6 લાખ રૂપિયા જીત્યા, પ્રેરણાદાયક સ્ટોરી સાંભળીને અમિતાભ બચ્ચને દીકરી માટે 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી

0
0

ટીવી ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ની ટેગલાઈન સેટબેકનો જવાબ કમબેકથી રાખવામાં આવ્યો છે. શોમાં આવતા દરેક કન્ટેસ્ટન્ટની હિંમતથી ભરપૂર સ્ટોરી જોવા મળી છે. હાલમાં જ અમિતાભ બચ્ચન સામે હોટસીટમાં નવી મુંબઈની સ્વરૂપા દેશપાંડે આવી હતી. સ્વરૂપા સિંગલ મધર છે અને તેણે શોમાં 1 લાખ 60 હજાર રૂપિયા જીત્યા છે. અમિતાભ બચ્ચને તેને પ્રેરણાદાયક ગણાવીને તેની દીકરી માટે મદદનો હાથ લંબાવ્યો છે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી વધુ ઝડપથી અને સાચો જવાબ આપીને સ્વરૂપા દેશપાંડે હોટસીટ પર પહોંચ્યા હતા. તેમણે 9 સવાલના જવાબ આપવામાં ચારેય લાઈફલાઈન યુઝ કરી લીધી હતી. દસમા સવાલમાં સ્વરૂપા અટકી અને તેણે ગેમ ક્વિટ કરી. તેઓ 1 લાખ 60 હજાર રૂપિયા જીત્યા. અમિતાભ સામે સ્વરૂપાએ જણાવ્યું કે તેઓ પનવેલમાં રહે છે અને એકલા બંને બાળકોને મોટા કરી રહ્યા છે. તે પોતાના બાળકોની દરેક જરૂરિયાતો પૂરી કરવાની સાથે ખુદનું ઘર બનાવવાનું સપનું પણ જોઈ રહ્યા છે.

સ્વરૂપાની હિંમતભરી સ્ટોરી સાંભળીને અમિતાભે વખાણ કરતા કહ્યું, ‘જે તમે કરી રહ્યા છો તે ઘણી મહિલાઓ માટે પ્રેરણા છે. ભલે જીવનમાં સંઘર્ષ હોય, બદનામી સહન કરવી પડે, હું અહીંયા જ રહીશ. સ્વરૂપાને ઘણી મહિલાઓ માટે પ્રેરણા ગણાવીને અમિતાભે તેની મોટી દીકરીને 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ દેવાની જાહેરાત કરી છે.

https://www.instagram.com/p/CGjbzHWlRiZ/?utm_source=ig_embed

સ્વરૂપા પછી શોમાં બિલાસપુરની અંકિતા સિંહ આ અઠવાડિયાની ત્રીજી કન્ટેસ્ટન્ટ બનીને આવી છે. અંકિતાએ અમુક સવાલોના સાચા જવાબ આપ્યા છે. ત્યારબાદ સમય પૂરો થઇ જતા બુધવારે એપિસોડ આગળ વધારવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here