અવસાન : ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 ઇનિંગ્સમાં સદી મારનાર એકમાત્ર બેટ્સમેન સર એવરટન વિક્સનું 95 વર્ષની વયે નિધન

0
3

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર એવરટન વિક્સનું ઉંમર સંબંધિત બીમારીના કારણે 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બારબાડોસના પોતાના ઘર ક્રાઈસ્ટ ચર્ચ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો. એવરટને 1947-48માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને પોતાના કરિયર દરમિયાન 48 ટેસ્ટમાં 58.61ની એવરેજથી 4455 રન કર્યા હતા, જેમાં 15 સદીનો સમાવેશ થાય છે.

https://twitter.com/windiescricket/status/1278398683105701904?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1278398683105701904%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fcricket%2Fnews%2Fsir-everton-weekes-passes-away-aged-95-127467872.html

ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન

ટેસ્ટ ક્રિકેટના 143 વર્ષના ઇતિહાસમાં વિક્સ એકમાત્ર બેટ્સમેન છે, જેમણે સતત 5 ટેસ્ટ ઇનિંગ્સમાં 5 સદી ફટકારી છે. આમાંથી તેમણે 1 સદી ઇંગ્લેન્ડ સામે અને 4 ભારત સામે મારી હતી. 1948માં ઇંગ્લેન્ડ સામે કિંગસ્ટન ખાતે 148, જ્યારે ભારત સામે: દિલ્હીમાં 128, મુંબઇમાં 194, કોલકાતામાં 162 અને 101 રન કર્યા હતા. તેઓ સતત છઠ્ઠી ઇનિંગ્સમાં સદી મારવાથી 10 રન માટે ચૂકી ગયા હતા. ત્યારે અમ્પાયરે તેમને મદ્રાસ ખાતે વિવાદાસ્પદ રીતે રનઆઉટ આપ્યો હતો. બીજા દિવસે ઘણા પેપર્સમાં હેડલાઈન હતી: અંતે વિક્સ નિષ્ફળ, 90 રને આઉટ!

વેસ્ટ ઇન્ડીઝના પ્રખ્યાત 3Wના અંતિમ સદસ્ય હતા

વિક્સ વેસ્ટ ઇન્ડીઝના પ્રખ્યાત 3Wના અંતિમ સદસ્ય હતા. તેમની, ફ્રેન્ક વોરેલ અને કલાઈડ વલકોટની જોડીને 3W તરીકે ઓળખવામાં આવતી હતી. 50ના દાયકામાં કહેવાતું હતું કે, વિન્ડિઝના 3Wએ ક્રિકેટની પરિભાષા બદલી નાખી છે. અને વિક્સ માટે કહેવામાં આવ્યું હતું કે, જો બ્રેડમેનની સૌથી નજીક કોઈ પહોંચ્યું હોય તો તે વિક્સ છે. તેમને 1995માં સરની ઉપાધિ મળી હતી.