લાખણી : લવાણા ગામના સીસોદીયા રાજપૂત પરિવારે દ્વારિકાધીશ મંદિરે ધ્વજારોહણ કર્યું

0
101
લાખણી : સૌરાષ્ટ્રના પશ્ચિમ તટે ભગવાન શ્રીકૃષ્ણનું જગવિખ્યાત મંદિર આવેલ છે અને તે દ્વારકામાં હોવાથી તેની દ્વારકાધીશના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર સનાતન હિન્દુઓના મુખ્ય મંદિરો પૈકીનું એક મંદિર માનવામાં આવે છે જેટલું મહત્વ હિન્દુ ધર્મગુજામાં ચારધામની યાત્રા કરવાનું છે એટલુ જ મહત્વ દ્વારિકાધીશ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાનું છે દ્વારિકા નગરી એ સાત મોક્ષ નગરીઓ પૈકીની એક નગરી પણ માનવામાં આવે છે એટલે કે દ્વારકાધીશના દર્શનનું અનેરુ મહત્વ છે ત્યારે આ મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે એક દિવસમાં ત્રણ વખત ધજા ચડાવવામાં આવે છે સાત રંગની આ ધજા હોય છે જેમાં સૂર્ય અને ચન્દ્રની પ્રતિભાઓ પણ હોય છે આ ધજા ચડાવવા માટે અગાઉથી નોંધણી કરાવવાની હોય છે કારણકે મોટી સંખ્યામાં ભક્તો ધજા ચડાવવા માટે ઉત્સુક હોય છે એટલા માટે નોંધણી કરાવ્યા પછી પોતાનો સમય(નંબર) આવે ત્યારે ધજા ચડાવાનો લાભ ભક્તને મળતો હોય છે.
દ્વારિકાધીશ મંદિરે ધજા ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો

દ્વારિકાધીશ મંદિર ઉપર ધજા ચઢાવવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં ખૂબ ખુશીઓ આવે છે પરિવાર આનંદમાં રહે છે  ભગવાન દ્વારકાધીશની સદાય કૃપા રહે છે ત્યારે આટલી અમૂલ્ય ધજા ચડાવવાનો લાભ લાખણી તાલુકાના લવાણા ગામના વતની અને જીલ્લા ભાજપના મંત્રી તેમજ સામાજિક અને ધાર્મિક કાર્યામાં આગળ રહેતા તેજાભાઈ રાજપૂત(ટી.પી.રાજપૂત) અને તેમના સીસોદીયા રાજપૂત પરિવારને લાભ મળ્યો હતો આ લાભ મળતા પરિવાર આનંદ અને ઉત્સાહમાં આવ્યો હતો અનેરા આનંદ અને ઉત્સાહથી સહપરિવાર અને સ્નેહીજનો લવાણા થી દ્વારકા ગયા હતા ત્યાંઆગળ ધજા તૈયાર કરાવ્યા બાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધજા નું  વિધિ-વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું ધજા નું  સામૈયું કરવામાં આવ્યું અને ત્યારબાદ ડીજેના તાલ સાથે ભક્તિના ગીતો સાથે દ્વારિકાધીશના જય ઘોષ સાથે વાજતે ગાજતે એ ધજા દ્વારકાધીશના નિજમંદિરે લઈ જવામાં આવી હતી ત્યારપછી દ્વારિકાધીશના દર્શન કરીને મંદિરની પરિક્રમા કર્યા બાદ ધજા ચડાવવામાં આવી હતી એ વખતે સિસોદિયા રાજપૂત પરિવારે જોરદાર જયઘોષ કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી ધજા ચડાવ્યા પછી આનંદ વ્યક્ત કરીને દાન-પુણ્ય કર્યું હતું તેમજ જીવનનો યાદગાર અને શ્રેષ્ઠ દિવસ રહ્યો હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે દાંનાભાઈ રાજપૂત, દેવજીભાઈ રાજપૂત સહિત આખો પરિવાર હાજર રહ્યો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here