સુશાંત ડેથ કેસ : બહેન રિયાના જામીનના 14 દિવસ પછી પણ રાહત ન મળી, NDPS કોર્ટે શોવિક ચક્રવર્તીની કસ્ટડી 3 નવેમ્બર સુધી વધારી

0
7

NDPS કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની કસ્ટડી 3 નવેમ્બર સુધી વધારી દીધી છે. શોવિકને સુશાંત સિંહ ડેથ કેસમાં સામે આવેલા ડ્રગ્સ એન્ગલ પછી 4 સપ્ટેમ્બરે અરેસ્ટ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલાં શોવિકની કસ્ટડી પૂરી થઇ રહી હતી ત્યારબાદ NCBએ ફરીવાર તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો. કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરી દીધા.

ડ્રગ્સ કેસમાં ધરપકડ ચાલું

શોવિકની ધરપકડ ડ્રગ પેડલર બાસિત પરિહારના સ્ટેટમેન્ટ પછી થઇ હતી. તેમાં તેણે કહ્યું હતું કે તે જૈદ વિલાત્રા અને કૈઝાન ઇબ્રાહિમ પાસેથી ડ્રગ્સ લેતો હતો. NCBએ આ કનેક્શન હેઠળ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિએલના ભાઈ અગિસીલાઓસને પણ અરેસ્ટ કર્યો છે. અગિસીલાઓસને પણ 3 નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

દીપેશ- સેમ્યુઅલ- અગિસીલાઓસનું કનેક્શન હતું

સમાચાર છે કે NCBએ અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ પણ કરી જેનાથી ખબર પડી કે અગિસીલાઓસ ડેમેટ્રિયડ્સ સુશાંતના હાઉસ હેલ્પ દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે કોન્ટેક્ટમાં હતો. બંનેને રિયા અને શોવિક સાથે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ બંનેને પણ રિયા સાથે 7 ઓક્ટોબરે જેલમાંથી છોડી દેવાયા હતા. જોકે દીપેશે NCB વિરુદ્ધ ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવાનો આરોપ લગાવીને 10 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here