Monday, October 18, 2021
HomeSIT સમક્ષ છબીલનો પુત્ર સિધ્ધાર્થ હાજર થયો, પુછપરછ હાથ ધરાઈ
Array

SIT સમક્ષ છબીલનો પુત્ર સિધ્ધાર્થ હાજર થયો, પુછપરછ હાથ ધરાઈ

ગાંધીનગર: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલનો દીકરો સિધ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયો હતો. તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

પાંચ આરોપીઓની ધરપકડ

ભાનુશાળી હત્યાકેસમાં પકડાયેલા રાહુલ પટેલ, નીતિન પટેલ, શશીકાંત કાંબલે, અશરફ અનવર શેખ અને વિશાલ કાંબલેની ધરપકડ થઈ છે. જે પૈકીના વિશાલ કાંબલેના રિમાન્ડ પૂરા થતાં તેને પુનાની યરવડા જેલ મોકલી દેવાયો હતો.

છબીલે 11 ફેબ્રુઆરીએ એક ઓડિયો વાઈરલ કર્યો હતો

તેમાં કહ્યું હતું કે, હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે તો હું મીટિંગો પતાવી તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments