આખો દિવસ કૉમ્પ્યૂટર સામે બેસવું સ્કિન માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે

0
3

કોરોના મહામારી પછી ચાલી રહેલા લોકડાઉનમાં મોટાભાગના લોકોએ વર્ક ફ્રૉમ હોમ કરવું પડી રહ્યું છે. આ મહામારીના સમયમાં ઑફિસના કામમાં પણ વધારો થયો છે. જેના કારણે લોકોએ 8 થી 10 કલાક સુધી કૉમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસીને કામ કરવું પડી રહ્યું છે. કૉમ્પ્યૂટરની સામે બેસીને કામ કરવાથી ન માત્ર આંખ પર અસર પડે છે પરંતુ તમારી સ્કિનને પણ તેનાથી નુકશાન પહોંચે છે. એવામાં તમારે તમારી સ્કિનની કાળજી લેવી જરૂરી બની જાય છે.

માહિતી અનુસાર સ્કિન કેર એક્સપર્ટનું કહેવું છે કે કૉમ્પ્યૂટર સ્ક્રીનમાંથી નુકશાનકારક કિરણો બહાર નિકળે છે જે તમારી સ્કિનને નુકશાન પહોંચાડે છે. કૉમ્પ્યૂટરની સ્ક્રીનથી નીકળતા જોખમી કિરણોથી સ્કિનને કેવી રીતે બચાવી શકાય છે તે વિશે જાણો…

સન સ્ક્રીનનો ઉપયોગ કરો

સ્કિન કેર એક્સપર્ટનું કહેવું છે કે જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો અને વધુ સમય સુધી કૉમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસો છો તો તમારે સન સ્ક્રીન લગાવવું જોઇએ. આ લેપટોપની સ્ક્રીનમાંથી નિકળતા હાનિકારક કિરણોને તમારા સ્કિન સુધી પહોંચતા અટકાવે છે. જો તમે ઘરે રહીને કામ કરી રહ્યા છો તો તમારે એસપીએફ 30 લગાવવું જોઇએ. આ ઉપરાંત દર 2,3 કલાક પછી એસપીએફને ફરીથી સ્કિન પર અપ્લાય કરો.

કામની વચ્ચે બ્રેક લો

સ્કિન કેર એક્સપર્ટનું કહેવું છે કે સતત કેટલાય કલાકો સુધી કૉમ્પ્યૂટર સામે બેસી રહીને કામ ન કરવું જોઇએ. કામની વચ્ચે 10-15 મિનિટનો બ્રેક લો. આમ કરવાથી કૉમ્પ્યૂટર સ્ક્રીનમાંથી નિકળતા વિકિરણ ત્વચાને નુકશાન પહોંચાડી શકશે નહીં. આ ઉપરાંત જે કામ તમે પેન અને પેપર પર કરી શકો છો તે કામ માટે તમે કૉમ્પ્યૂટર સામે ન બેસશો. એટલે કે, પીડીએફ વાંચવાની જગ્યાએ પુસ્તક વાંચો. તેનાથી પણ તમે તમારી સ્કિનનું રક્ષણ કરી શકો છો.

ટોનરનો ઉપયોગ કરો

લાંબા સમય સુધી કૉમ્પ્યૂટરની સામે કામ કરવાથી તમારી ત્વચા શુષ્ક બની જાય છે. ઘણીવાર મોડા સુધી કૉમ્પ્યૂટરની સામે બેસી રહેવાથી ચહેરો શૂન્ય થઇ જાય છે. એવામાં એક્સપર્ટ સલાહ આપે છે કે ત્વચાને ફરીથી જીવિત બનાવવા માટે ટોનરનો ઉપયોગ કરો. યોગ્ય રહેશે કે તમે આલ્કોહોલ ફ્રી ટોનરનો ઉપયોગ કરો.

મસાજ કરો

જ્યારે તમે કોમ્પ્યૂટરની સામે લાંબા સમય સુધી બેસી રહો છો ત્યારે તમારી ત્વચા થાકી જાય છે અને સુસ્ત દેખાવા લાગે છે. તેને ફરીથી જીવંત રાખવા માટે તમારે સર્ક્યુલેશનમાં સુધારો કરવાની જરૂર છે. તેના માટે માલિશ કરવી જોઇએ. એટલા માટે વચ્ચે સમય મળવા પર ફેસ મસાજ ચોક્કસ પણે કરો. ચહેરાની માલિશ કરવા માટે કોઇ સારા જેલ અથવા ક્રીમ આધારિત ઉત્પાદનનો ઉપયોગ કરો. ચહેરાની માલિશ કરવા માટે તમે રોલર મસાજરનો પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી ત્વચાને આરામ મળે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે.