Wednesday, November 30, 2022
Homeગુજરાતભાણવડમાં જુગાર રમતી બે મહિલાઓ સહિત છ ઝડપાયા

ભાણવડમાં જુગાર રમતી બે મહિલાઓ સહિત છ ઝડપાયા

- Advertisement -

ભાણવડમાં રહેતા નરેશભાઈ વાઘેલા નામના યુવાન સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી ભાણવડના વિજયપુર વિસ્તારમાં રહેતા નિઝામ હાસમ હિંગોરા, અલ્ફાઝ સુમાર હિંગોરા, અજીમ યુનુસ હિંગોરા તથા અન્ય એક અજાણ્યા શખ્સે મળી, રાત્રિના 11 વાગ્યાના સમયે વેરાડ નાકા પાસે નરેશભાઈનો કોલર પકડી બિભત્સ ગાળો કાઢી, નરેશભાઈ તથા તેમના ભાઈ સાહેદ કુંદનભાઈ વિગેરે સાથે ગાળા-ગાળી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં આરોપી નિઝામે કુંદન વાઘેલાને પાવડા વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ કુંદન મનજીભાઈ પરબતભાઈ વાઘેલા (ઉ.વ. 21) એ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામેથી સ્થાનિક પોલીસે શહેરમાં ગંજીપત્તા મળે જુગાર રમી રહેલા સુરેન્દ્રસિંહ બાલુભા ચૌહાણ, રઘુવીરસિંહ દિપસંગ જાડેજા, ઈબ્રાહીમ મામદ ભટ્ટી, મુસ્લિમ ઈબ્રાહીમ ભાયા, રોશનબેન આમદ ગજીયા અને પુરીબા ભીખુભા જાડેજા નામના છ વ્યક્તિઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 23,950 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દૂર દ્વારકા માર્ગ પર સીદસરા ગામના પાટિયા પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળેલા અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા પ્રીત બાબુભાઈ પટેલ નામના 21 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતો નાનજી રામાભાઈ કાગડિયા નામનો 35 વર્ષનો યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં સુઝુકી મોટરસાયકલ લઈને નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular