Thursday, April 18, 2024
Homeભારતમાં નવા કોરોના વાઇરસથી સંક્રમિત 6 દર્દી મળ્યા, તમામ બ્રિટનથી તાજેતરમાં જ...
Array

ભારતમાં નવા કોરોના વાઇરસથી સંક્રમિત 6 દર્દી મળ્યા, તમામ બ્રિટનથી તાજેતરમાં જ આવ્યા હતા

- Advertisement -

બ્રિટનમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના વધુ ખતરનાક બે વેરિયન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલાં ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

વાઈરસનું નવું રૂપ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાય છે

વાઈરસમાં સતત મ્યૂટેશન થતું રહે છે, એટલે કે એના ગુણ બદલાતા રહે છે. મ્યૂટેશન થવાથી વેરિયન્ટ પોતે જ સમાપ્ત થઈ જાય છે. જોકે ક્યારેક ક્યારેક પહેલાં કરતાં વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને સમજ્યા પણ ન હોય ત્યાં બીજું નવું રૂપ પ્રકાશમાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોન વાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં મળ્યું છે એ પહેલાં કરતાં 70 ટકાથી વધુ ગતિથી ફેલાઈ શકે છે.

કોરોના વાઈરસમાં ઘણા પ્રકારના ફેરફાર થયા છે. એમાંથી કેટલાક નીચે મુજબ છેઃ

N501Y: બ્રિટનમાં આ નવો સ્ટ્રેન છે. એમાં અમીનો અસિડને N લખવામાં આવે છે. એ કોરોના વાઈરસના જેનેટિક સ્ટ્રક્ચરમાં પોઝિશન-501 પર હતો. એને હવે Yએ રિપ્લેસ કર્યો છે.

P681H: નાઈજીરિયામાં મળેલા આ કોરોના વાઈરસ સ્ટ્રેનમાં પોઝિશન-681 પર અમીનો અસિડ Pને Hએ રિપ્લેસ કર્યો છે. અમેરિકાના CDCના જણાવ્યા મુજબ, આ પોઝિશનમાં ફેરફાર ઘણી વખત થઈ ચૂક્યો છે.

HV 69/70: આ સ્ટ્રેન કોરોના વાઈરસમાં પોઝિશન-69 અને 70 પર અમીનો એસિડ ડિલિટ થવાનું પરિણામ છે. ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકામાં પણ વાઈરસમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

N439K: બ્રિટનમાં કોવિડ-19 જેનોમિક્સ કન્સોર્ટિયમ(CoG-UK)ના રિસર્ચે આ નવા વેરિયન્ટ અંગે જણાવ્યું હતું. એમાં પોઝિશન-439 પર સ્થિત અમીનો એસિડ Nને Kએ રિપ્લેસ કર્યું છે.

દેશમાં 1.02 કરોડ કેસ આવી ચૂક્યા, 98 લાખ સાજા થયા

દેશમાં સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડો 23 જૂન પછી સૌથી ઓછો છે. ત્યારે 15 હજાર 656 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 250 દર્દીઓનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 98.06 લાખ દર્દીઓ સાજા થયા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular