Friday, March 29, 2024
Homeહેલ્થSkin Care : ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ...

Skin Care : ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ ફેસપેક છે બેસ્ટ

- Advertisement -

ઉનાળાના દિવસોમાં ગરમી ઉપરાંત અન્ય એક તકલીફ વધી જાય છે. આ સમસ્યા છે ઓઈલી સ્કીનની. ગરમી વધી જવાના કારણે જે લોકોની સ્કીન ઓઈલી હોય છે તેમની સમસ્યા વધી જતી હોય છે. ઓઈલી સ્કીનની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તૈલીય ત્વચા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ પણ કરવો જરૂરી છે. તેવામાં ઓઈલી સ્કીનની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘા પ્રોડક્ટ લેવાને બદલે તમે ઘરે જ કેટલીક વસ્તુની મદદથી ફેસ પેક તૈયાર કરી તેનો ઉપયોગ કરી શકો છો.

કોફી ફેસપેક

કોફીમાં રહેલું કેફીન ત્વચા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક મોટી ચમચી દહીંમાં એક ચમચી કોફી ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે તેની મદદથી ચહેરા પર બે થી ત્રણ મિનિટ માટે મસાજ કરો. ત્યાર પછી પાંચ મિનિટ તેને ચહેરા પર લગાવી રાખો. અઠવાડિયામાં બે વખત આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.

કાકડીનું ફેસપેક

કાકડી પણ ઓઇલી ત્વચા માટે બેસ્ટ છે. તેના માટે કાકડીને ખમણી લેવી અને તેને ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કરી અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો.

કીવીનો ફેસપેક

કીવી ત્વચાના ટેક્સચરને સુધારવામાં મદદ કરે છે. તેનું સ્ક્રબ બનાવવા માટે કીવીનો ગર કાઢી અને તેમાં બે ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો અને ત્રણ મિનિટ માટે મસાજ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular