સ્કિન કેર ટિપ્સ : આ સિઝનમાં ખીલ વધારે થાય છે તેથી ચહેરાને પાણીથી ત્રણ-ચાર વખત ધોવો જોઈએ

0
1

બદલાતી સિઝનમાં સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે જે તમારી સુંદરતા જાળવવામાં મદદ કરશે.

1. ફેસ કેર- ચહેરાને ધૂળ અને પરસેવાથી બચાવીને રાખો. આ સિઝનમાં ખીલ વધારે થાય છે તેથી ચહેરાને પાણીથી ત્રણ-ચાર વખત ધોવો જોઈએ. દર વખતે ફેસવોશ લગાવવું જરૂરી નથી. મુલ્તાની માટી, ચંદન, રોઝ વોટરનો પણ ઉપયોગ કરવો જોઈએ.

2. નેચરલ મોઈશ્ચરાઈઝર- અત્યારે વિન્ટર ક્રિમ લગાવવાનું બંધ કરો, તેનાથી નુકસાન થઈ શકશે. લાઈટ લોશન અથવા સિરમ લગાવો. વોટર અને જેલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર લગાવો. એક્સ્ટ્રા ઓઈલી સ્કિન માટે મિનરલ ફેશિયલ સ્પ્રે ઉપયોગ કરી શકાય છે. ગ્લિસરીન અને રોઝ વોટર પાણીમાં નાખીને સ્નાન કરી શકો છો.

3. ક્લિનિંગ- ટોનિંગ- મોઈશ્ચરાઈઝિંગ- ઉનાળામાં પણ ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં વારંવાર ઘરની અંદર-બહાર જવાથી ડ્રાયનેસ વધે છે. સૂતા પહેલા ક્લિનિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઈઝિંગ જરૂર કરો. સતત પરસેવાથી સ્કિનના પોર્સ બંધ થઈ જાય છે તેથી ટોનર લગાવો.

4. આઈ અને લિપ્સની સંભાળ- બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યાની વચ્ચે તડકામાં જાવ તો સનગ્લાસિસ અને લિપ બામ જરૂરથી લગાવો.

 

5. હાઈજીન- ગરમીમાં બે વખત સ્નાન કરશો તો સ્કિન ફ્રેશ રહેશે, આળસ અને સુસ્તી દૂર થશે, અળાઈ થઈ હોય તો પાણીમાં લીમડાના પાંદડા નાખીને સ્નાન કરો. હાથ-પગને મીઠાના પાણીમાં થોડીવાર સુધી રાખો તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. ત્યારબાદ વિટામિન Cથી ભરપૂર ક્રિમ લગાવી શકો છો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here