Monday, September 20, 2021
Homeસ્કિન કેર : સમર સીઝનમાં ત્વચાને હેલ્ધી અને રેડિયન્ટ રાખવા આટલી વસ્તુ...
Array

સ્કિન કેર : સમર સીઝનમાં ત્વચાને હેલ્ધી અને રેડિયન્ટ રાખવા આટલી વસ્તુ ટ્રાય કરો

ગરમી શરુ થવાની સાથે શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને સ્કિન પર દેખાય છે. ગરમીને લીધે સ્કિન સૂકી દેખાય છે. તેનાથી બચવા માટે પાણી પીવું જ પૂરતું નથી. અહી જણાવેલા અમુક ઉપાયથી તમને મદદ મળી શકે છે.

1. ફેસ કેર: ચહેરાને ધૂળ અને પરસેવાથી બચાવીને રાખો. આ ઋતુમાં ખીલ વધારે થાય છે આથી પાણીથી ત્રણ-ચાર વાર ચહેરો ધોવો જોઈએ. દર વખતે ફેસ વોશનો ઉપયોગ કરવો જરૂરી નથી. મુલ્તાનની માટી, ચંદન, ગુલાબ જળનો ઉપયોગ પણ કરવો જોઈએ.

2. નેચરલ મોશ્ચરાઈઝર: હવે વિન્ટર ક્રીમ લગાવવું બંધ કરી દેવું જોઈએ, તેનાથી નુકસાન થઇ શકે છે. લાઈટ લોશન કે પછી સીરમ લગાવો. વોટર અને જેલ બેઝ્ડ મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ. એક્સ્ટ્રા ઓઈલી સ્કિન માટે મિનરલ ફેશિયલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરિન અને ગુલાબ જળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકો છો.

3. ક્લીનિંગ, ટોનિંગ, મોશ્ચરાઈઝિંગ: ગરમીમાં પણ સ્કિન ડ્રાય થાય છે. ACમાં વારંવાર આવ-જા કરવાથી પણ આવું થાય છે. સૂતા પહેલાં ક્લિનિંગ ટોનિંગ મોશ્ચરાઈઝિંગ અવશ્ય કરો. સતત પરસેવાથી સ્કિનના પોર્સ બંધ થઇ જાય છે આથી ટોનર લગાવો.

4. આંખ અને હોઠની દેખભાળ: બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન તડકામાં બહાર જવાનું થાય તો સનગ્લાસ પહેરો અને લિપ બામ અવશ્ય લગાવો.

5. હાઈજીન: ગરમીમાં બે વખત ન્હાવાથી સ્કિન ફ્રેશ રહે છે. આળસ અને સુસ્તી દૂર થશે. અળાઈઓની તકલીફ હોય તો પાણીમાં લીમડાના પાન નાખી ન્હાવું. હાથ-પગને મીઠાના પાણીમાં થોડીવાર રાખવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. એ પછી વિટામિન C યુક્ત ક્રીમ લગાવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments