સ્કોડા કંપની 2021માં તેની મિડ-સાઈઝ SUV લોન્ચ કરશે

0
49

ઓટો ડેસ્કઃ સ્કોડા ઓટો ઇન્ડિયા વર્ષ 2021માં કંપનીની લેટેસ્ટ મિડ સાઈઝ SUV લોન્ચ કરશે. સ્કોડા ઓટો ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર ઝેક હોલિસે આ માહિતી આપી છે. જોકે આ મોડેલનાં નામ અને કિંમત વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્કોડાનું આ અપકમિંગ મોડેલ ‘Kamiq’ હોઈ શકે છે. ‘Kamiq’નું ગ્લોબલ વેરિઅન્ટ MQB પ્લેટફોર્મ ધરાવે છે. ભારતમાં તેનું MQB A0 IN વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે.
Kamiq મોડેલમાં કંપની 1.0 લિટરનું 2 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન અથવા 1.5 લિટરનું 4 સિલિન્ડરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપી શકે છે. કંપનીની મિડ સાઈઝ SUVમાં 8 ઇંચની ઈન્ફોટેઈનમનેટ સિસ્ટમ પણ મળી શકે છે.

સ્કોડાના ‘Kamiq’ મોડેલનું પ્રિવ્યૂ વર્ષ 2019માં જીનીવા મોટર શૉમાં થયું હતું. ‘Kamiq’ને વર્ષ 2020માં યોજાનારા ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી શકે છે. કારની કિંમત 10-17 લાખની આસપાસ હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here