ન્યૂ લોન્ચ : સ્કોડાએ સિડેન કાર Octavia Onyx ભારતમાં લોન્ચ કરી, પ્રાંરભિક કિંમત 19.99 લાખ રૂપિયા

0
100

ઓટો ડેસ્કઃ સ્કોડાએ તેની સિડેન કાર Octaviaનું નવું એન્ટ્રી લેવલ મોડલ લોન્ચ કર્યું છે. તેને સ્કોડા Octavia Onyx નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ મોડલની કિંમત 19.99 લાખ રૂપિયા અને ડીઝલ મોડલની કિંમત 21.99 લાખ રૂપિયા છે. Octavia Onyx ફક્ત ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Octavia Onyxનો લુક સ્ટાન્ડર્ડ Octavia જેવો જ છે. પરંતુ તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. નવી કારમાં ક્રોમ ફ્રેમ સાથે બ્લેક ગ્રિલ, બ્લેક કલરમાં આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ (ORVM) અને ડોર ફાઇલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમાં ગ્લોસ બ્લેક સ્પોઇલર અને બ્લેક ફિનિશ 16 ઈંચ પ્રેમિયા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. કાર ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં કેન્ડી વ્હાઇટ, કોરિડા રેડ અને રેસ બ્લુ કલર સામેલ છે.

કારની અંદર ક્રોમ હાઇલાઇટ્સ સાથે બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી અને પેડલ શિફ્ટર સાથે લેધર ફિનિશ 3 સ્પોક ફ્લેટ બોટમ મલ્ટિફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કારમાં 12-વે એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ અને ડ્રાઇવર સીટ માટે મેમરી સેટિંગ્સ આપવામાં આવ્યાં છે. Octavia Onyxમાં મિરર લિંક, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં ક્લીન એર ફંક્શન સાથે ઓટોમેટિક ડ્યુઅલ ઝોન ક્લાયમેટ કંટ્રોલ પણ છે.

પાવર
સ્કોડાની આ નવી Octaviaમાં 1.8 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 178 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ છે. Octavia Onyxનું ડીઝલ એન્જિન 2.0 લિટરનું છે, જે 141 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ડ્યુઅલ ક્લ ચ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here