બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ 23 જૂનના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા બદલ સોનાક્ષી સિંહાને પણ ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે. અભિનેત્રી હવે લગ્ન અને ટ્રોલિંગ વિશે પણ ખુલીને વાત કરી રહી છે. આ બધાની વચ્ચે સોનાક્ષી સિંહાએ તેની નવી ફિલ્મ કાકુડા વિશે એક ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેણે રાત્રે ઊંધ ન આવવાની વાત કરી છે.
સોનાક્ષી સિંહાએ હાલમાં એક ખાસ વાતચીત કરી હતી જ્યાં અભિનેત્રીએ તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ વિશે વાત કરી છે. કાકુડામાં સોનાક્ષી સિંહા સાથે રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતાં સોનાક્ષીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની માતા પૂનમ સિંહાએ તેના બાળપણમાં એક ઘટના સંભળાવી હતી જેને વિચારીને તે આજે પણ ડરી જાય છે. સોનાક્ષીએ આગળ કહ્યું હતું કે, જ્યારે અમારો બંગલો હતો ત્યારે હું મારા માતા-પિતાના રૂમમાં ત્રીજા માળે રહેતી હતી ત્યાં મોટા ઝાડ હતા. એટલે જ્યારે મને ઊંઘ ન આવતી ત્યારે મારી મા મને કહેતી કે જો તું સમયસર સુઈ નહીં જાય તો ત્યાં એક સાંબુરી બેઠી છે તે આવીને તને લઈ જશે. તે મને હજુ પણ યાદ છે.
સોનાક્ષી સિંહાએ પણ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે હોરર ફિલ્મો નથી જોતી. સોનાક્ષીએ કહ્યું હતું કે, મને ડર લાગે છે. હું દૂર રહું છું કારણ કે પછી હું રાત્રે સૂઈ શકતી નથી. તેથી જ મેં વિચાર્યું કે કાકુડા કરવું પડકારજનક હશે. સોનાક્ષીએ પોતાના નિવેદનના અંતમાં કહ્યું કે તેને સેટ પર કોઈ ડર નથી લાગતો અને આખું શૂટિંગ ખૂબ જ મસ્તીથી કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, લગ્ન પછી સોનાક્ષી સિંહાની સ પહેલી ફિલ્મ કાકુડા ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર આવવાની છે.