રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ આજથી શરૂ : રાજકોટથી રાત્રે 9 વાગ્યે ઉપડશે.

0
7

રાત્રી કર્ફ્યુની સમય મર્યાદા વધી જતા હવે રાજકોટ એસ.ટી. ડિવિઝને કેટલીક લાંબા રૂટની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.જે મુજબ આજથી સુરત એક્સપ્રેસ, દાહોદ, મંડોર અને નાથદ્વારા રૂટની બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ-નાથદ્વારા રૂટની સ્લીપર કોચ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. રાજકોટથી આ બસ રાત્રે 9 વાગ્યે ઉપડશે.

રાજકોટ-નાથદ્વારાની ટિકિટ શું રહેશે?

રાજકોટના ઢેબર રોડ એસ.ટી. બસ પોર્ટ ખાતેથી દરરોજ રાત્રે નવ કલાકે ઉપડતી રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ સેવા આજથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. આ બસ સાંજે 9 વાગ્યે રાજકોટથી ઉપડશે. સ્લીપિંગ કોચની ટિકિટ 505 અને સીટિંગની 425 રૂપિયા રહેશે.

નાથદ્વારા સહિતના રૂટની બસો આજથી શરૂ

રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી થતાં રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ સેવા બંધ કરવા ફરજ પડી હતી. દરમિયાન હવે કર્ફયુનો સમય રાત્રે દસથી સવારે છ સુધીનો કરવામાં આવતા રાજકોટ-નાથદ્વારા સહિતના રૂટની બસો પુન: શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here