નબળા ગ્લોબલ સંકેતોને પગલે માર્કેટની મંદ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીની સુસ્ત ચાલ

0
7

સપ્તાહના બીજા દિવસે ઇન્ટ્રાડેની શરૂઆતમાં ઉપલા મથાળેથી રોકાણકારો દ્વારા વેચવાલી થતા ઘરેલુ શેરબજારની શરૂઆત મંદ રહી છે. નબળા વૈશ્વિક સંકેતોની અસરે આજે બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારના બંધ 36,693ની સામે આજે 36,517 પર ખુલી હાલ લખાય ત્યાં સુધી 257 અંક અથવા 0.70 ટકા ઘટીને 36,428 નજીક કારોબાર કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 10,802ની સામે મંગળવારે 10,750 પર ખુલી હાલ 78 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટીને 10,721 નજીક કારોબાર કરી રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 340 પોઈન્ટના ઘટાડા સાથે 21,706 નજીક ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય બીએસઈ પર વિવિધ સેક્ટર્સમાં આજે હેલ્થકેર, એઇલએન્ડગેસ, FMCG અને ટેક સિવાય લગભગ તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી રહી છે.

ગ્લોબલ માર્કેટની નબળી ચાલ.

મીડિયા રિપોર્ટ મુજબ આજે શરૂઆત સેશનમાં 384 શેર્સમાં તેજી, જ્યારે 690 શેર્સમાં મંદી જોવા મળી રહી છે. આ સિવાય 48 શેર્સ ફેરફાર વગર ટ્રેડ કરી રહ્યા છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અમેરિકી માર્કેટમાં સોમવારે ડાઉ જોન્સ 0.04 ટકા વધીને, નાસ્ડેક 2.13 ટકા અને S&P 500 0.94 ટકા પટકાઈને સેટલ થયા છે. જ્યારે એશિયન માર્કેટમાં આજે શાંઘાઈ COMPOSITE 1.10 ટકા, જાપાન નિક્કી 225 1.02 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 1.71 ટકા અને કોસ્પી 0.55 ટકા પટકાયા છે. આ સિવાય દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને આર્થિક વિકાસની ચિંતા પણ રોકાણકારોમાં દેખાઈ રહી છે. જેની અસર ઘરેલુ માર્કેટ પર જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here