તમામ પ્રકારની ટર્મ લોન પરના હપ્તા ભરવામાં 3 મહિનાની રાહત આપતી રીઝર્વ બેન્ક, નાના ઉદ્યોગોને ફાયદો થશે

0
8
  • જુન સુધી જો કોઈ હપ્તા નહિ ભારે તો તે લોન ડિફોલ્ટ ગણાશે નહિ
  • બેંકોને વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની મંજુરી

 

 

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના EMI નહિ ભારે તો પણ ચાલશે. આ ઉપરાંત ધિરાણ આપતી કંપનીઓ, બેંકોને ત્રણ મહિના સુધી વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની મંજૂરી છે. કોરોનાના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI દ્વારા નિર્ણય કરાયો છે કે આવતા ત્રણ મહિના સુધી લોનના હપ્તા નહિ ભરી શકનાર વ્યક્તિ કે પેઢી કે કંપનીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે નહી. દાસે એમ પણ કહ્યું કે 1 માર્ચ 2020ના રોજ બાકી રહેલ લોનના હપ્તાઓની ચુકવણી અંગે ત્રણ મહિનાની મુદત નક્કી કરવામાં આવી છે.

પહેલા ત્રણ હપ્તા ન ભરો તો લોન ડિફોલ્ટ મનાતી હતી

નિયમ પ્રમાણે જો કોઈ લોનના હપ્તા અથવા તો EMI સતત ત્રણ મહિના સુધી ચુકવતા નથી તો તે લોનને બેડ લોનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે અને લોન લેનાર વ્યક્તિ કે કંપનીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવતા હતા.

ધિરાણ લેનારાઓને રાહત મળશે

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વાસ્તવિક અર્થવ્યવસ્થામાં આર્થીક તાણના સંક્રમણને રોકવા માટે દેવાની સર્વિસિંગને લગતા બોજને ઘટાડવાથી, ધિરાણ લેનારાઓને રાહત મળે છે અને આ રીતે અર્થતંત્રમાં રહેલા સ્ટ્રેસને થોડો ઘટાડી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here