Friday, April 19, 2024
Homeસ્માર્ટ ફોર શોર્ટ : ફિલ્મ ફેસ્ટિવલમાં આવેલી અડધી ફિલ્મ સ્માર્ટફોન પર શૂટ...
Array

સ્માર્ટ ફોર શોર્ટ : ફિલ્મ ફેસ્ટિવલમાં આવેલી અડધી ફિલ્મ સ્માર્ટફોન પર શૂટ થઈ છે

- Advertisement -

બ્રિટનની રાજધાનીમાં હાલમાં ધ લંડન ઈન્ટરનેશનલ સ્માર્ટફોન ફિલ્મ ફેસ્ટિવલ (સ્માર્ટ ફોર શોર્ટ) ચાલી રહ્યો છે. ફેસ્ટિવલમાં બ્રિટન ઉપરાંત સ્પેન, ઈરાન અને વેનેઝુએલા જેવા દેશોની ફિલ્મો પણ આવી છે. તેમાં ડોક્યુમેન્ટરી, થ્રીલર અને પ્રયોગાત્મક ફિલ્મો સામેલ છે. તેનો સમય એક મિનિટથી એક કલાક જેટલો છે. આ તમામ ફિલ્મોમાં સમાનતા એ છે કે અનેક ફિલ્મોનું શૂટિંગ સ્માર્ટફોન દ્વારા કરાયું છે.

આ પહેલો મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે કે જેમાં આવેલી ફિલ્મોમાંથી ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો મોબાઈલ દ્વારા શૂટ કરાયો છે. આયોજનની આ પ્રથમ એડિશન છે તેના આયોજકો એડમ જી અને વિક્ટોરિયા મેપલબેક કહે છે કે ફેસ્ટિવલમાં આવેલી તમામ એન્ટ્રીમાં વિવિધતા તો છે જ પણ ગુણવત્તા મામલે પણ તેઓ અસામાન્ય રીતે બહેતર છે. મેપલબેક કહે છે કે આ ફિલ્મોમાંથી બહુ મુશ્કેલીએ બિનજરૂરી હિસ્સો મળ્યો હશે.

એડમ કહે છેકે હાલનો તબક્કો ફિલ્મો માટે મુશ્કેલીભર્યો રહ્યો. રોગચાળો અને સુરક્ષા પ્રોટોકૉલને કારણે પરંપરાગત ફિલ્મનિર્માણ માટે મુશ્કેલભર્યો રહ્યો છે. કેટલાક હતાશ ડાયરેક્ટરોએ વિકલ્પ તરીકે સ્માર્ટફોનનો રસ્તો અપનાવ્યો. તેને ધ્યાનમાં રાખીને અમે 2021ના વર્ષે આનો પ્રારંભ કર્યો. રોગચાળાને કારણે ફિલ્મોનું સ્ક્રિનિંગ અટકી ગયું હતું આથી ફેસ્ટિવલ વર્ચ્યૂઅલ રખાયો છે. જજોની પેનલ પણ પસંદ કરેલી એન્ટ્રી ઓનલાઈન જોઈ શકશે.

હોલિવૂડના મોટા ડાયરેક્ટરના મોંઘા સાધનોથી શૂટિંગ અંગે એડમ કહે છે કે આ તુલના ખોટી છે. સ્માર્ટફોનને લોકોના વ્યવસાયિક માળખામાં સામેલ કર્યા વિના પોતાના કામને લોકો સુધી પહોંચાડવાનો એક માર્ગ છે. મેપલબેક માને છે કે વધુ સ્માર્ટ બની રહેલા સ્માર્ટફોન તેની ઘટતી કિંમતનો અર્થ એ છે કે મુખ્ય પ્રવાહની ફિલ્મો આ ટેકનિકને અવગણી શકશે નહીં.

સ્માર્ટફોનથી શૂટિંગ કરાયેલી ફિલ્મ મિસ્ડ કોલે બાફ્ટા એવોર્ડ જીત્યો હતો
મેપલ બેક દ્વારા સ્માર્ટફોન દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ મિસ્ડ કોલે 2019માં બેસ્ટ ફિલ્મ માટેનો બાફ્ટા એવોર્ડ જીત્યો હતો. એડમ કહે છે કે તમામ પાસે સ્માર્ટફોન છે. આ ફોન બહેતર અને ગુણવત્તાયુક્ત વીડિયો તસવીર બનાવવા સક્ષમ છે. સોફ્ટવેર ઉપલબ્ધ છે. યુટ્યૂબ જેવા શેરિંગ પ્લેટફોર્મ દ્વારા દુનિયા સુધી પહોંચી શકાય છે. જરૂરિયાત માત્ર કૌશલ્ય અને વિઝનની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular