Saturday, September 18, 2021
Homeસ્માર્ટફોન : હુવાવે P50 પ્રો અને હુવાવે P50 સ્માર્ટફોન ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ
Array

સ્માર્ટફોન : હુવાવે P50 પ્રો અને હુવાવે P50 સ્માર્ટફોન ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ

હુવાવે P50 પ્રો અને હુવાવે P50 સ્માર્ટફોન ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થયાં છે. બંને ફોન યુનિક રિઅર કેમેરા મોડ્યુલ સાથે આવે છે. પ્રો મોડેલ બે SoC વેરિઅન્ટ સાથે આવે છે. તેમાં કિરિન 9000 અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સામેલ છે. વેનિલા મોડેલ સિંગલ સ્નેપડ્રેગન 888 સપોર્ટ કરે છે.

હુવાવે P50 પ્રો અને હુવાવે P50 વેરિઅન્ટન્સની કિંમત

  • નવા હુવાવે P50 પ્રોનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 5,988 યુઆન (આશરે 68,800 રૂપિયા) છે તો 8GB+256GB વેરિઅન્ટની કિંમત 6,488 યુઆન (આશરે 74,500 રૂપિયા) છે. હાયર વેરિઅન્ટ 8GB+512GBની કિંમત 7,488 યુઆન (આશરે 86,000 રૂપિયા) છે. ફોનના પ્રી ઓર્ડર 30 જુલાઈથી શરૂ થશે. તેનું વેચાણ 8 ઓગસ્ટથી શરૂ થશે. ફોનનાં ટી ગોલ્ડ, ડોન પાઉડર, રિપલિંગ ક્લાઉડ્સ, સ્નો વ્હાઈટ અને યાઓ ગોલ્ડ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • 12GB+512GB સ્ટોરેજ અને કિરિન 9000 SoCના 2 મોડેલ છે. તેમાં એક મોડેલની કિંમત 7988 યુઆન (આશરે 91,800 રૂપિયા) અને બીજા મોડેલની કિંમત 8488 યુઆન (આશરે 97,500 રૂપિયા) છે. બંનેનું વેચાણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે.
  • હુવાવે P50નાં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4488 યુઆન (આશરે 51,600 રૂપિયા) અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત 4988 યુઆન (આશરે 57,300 રૂપિયા) છે.

હુવાવે P50 પ્રોનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.6 ઈંચની FHD+ OLED કર્વ્ડ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1,228×2,700 પિક્સલ છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, 1440Hz હાઈ ફ્રિક્વન્સી PWM ડિમિંગ, 300Hz ટચ સેમ્પલિંગ રેટ, 450 ppi પિક્સલ ડેન્સિટી મળે છે.
  • હુવાવે P50 પ્રોમાં 12GBની રેમ અને 512GB સુધીનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. સાથે જ 256GBનું નેનો મેમરી કાર્ડ સપોર્ટ કરે છે.
  • ફોનમાં 50MP (પ્રાઈમરી કલર કેમેરા)+ 40MP (મોનોક્રોમ લેન્સ)+13MP (વાઈડ એંગલ લેન્સ) +64MP (ટેલિફોટો કેમેરા)નું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તે 3.5X ઓપ્ટિકલ ઝૂમ અને 100X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન 66 વૉટ વાયર્ડ અને 50 વૉટ વાયરલેસ સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનની બેટરી 4,360mAhની છે. ફોન IP68 રેટેડ વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે.
  • કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G, વાઈફાઈ, બ્લુટૂથ સહિતના ઓપ્શન મળે છે. ફોનમાં ગ્રેવિટી, ઈન્ફ્રારેડ, હોલ સેન્સર, ઝાયરોસ્કોપ, એમ્બિયન્ટ લાઈટ, પ્રોક્સિમીટર, કેમેરા લેઝર ફોકસ સેન્સર અને કલર ટેમ્પરેચર સેન્સર સામેલ છે.

હુવાવે P50નાં સ્પેસિફિકેશન

  • ફોનમાં FHD+ OLED ફ્લેટ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશ 1224×2700 પિક્સલ છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ, 1440Hz હાઈ ફ્રીક્વન્સી PWM ડિમિંગ, 300Hz ટચ છે. તે સ્નેપડ્રેગન 888 SoC પર રન કરે છે.
  • હુવાવે P50માં 50MP+13MP+12MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં ઓટો ફોકસ સપોર્ટ કરતો 13MPનો સેલ્ફી કેમેરા છે.
  • હુવાવે P50માં 66 વૉટ વાયર્ડ સુપર ફાસ્ટ ચાર્જ સાથે 4,100mAhની બેટરી મળે છે. તે IP68 રેટેડ વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. પ્રો વેરિઅન્ટ જેવાં જ તેમાં કનેક્ટિવિટી ઓપ્શન મળે છે. ફોનમાં ગ્રેવિટી, ઈન્ફ્રારેડ, હોલ સેન્સર, ઝાયરોસ્કોપ, એમ્બિયન્ટ લાઈટ, પ્રોક્સિમીટર, કેમેરા લેઝર ફોકસ સેન્સર અને કલર ટેમ્પરેચર સેન્સર સામેલ છે. ફોનનું વજન 181 ગ્રામ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments