સ્મોકિંગ ટેવ ઓછી વયે વૃદ્ધ બનાવે છે

0
25

સ્મોકિંગની ટેવ કેન્સર જેવી જીવલેણ બિમારીને પણ આમંત્રણ આપે છે. આ ટેવ શરીરને કેટલીક રીતે નુકસાન કરે છે. જેમાંથી એક વયને ઘટાડી દેવામાં પણ તેની ભૂમિકા છે. હવે એક નવા અભ્યાસમાં તો અહીં સુધી કહેવામાં આવ્યુ છે કે સ્મોકિંગના કારણે માત્ર વય જ ઓછી થતી નથી બલ્કે વ્યક્તને ૨૦ વર્ષ પહેલા વૃદ્ધ બનાવી દેવામાં તેની નિર્ણાયક ભૂમિકા રહેલી છે. એટલે કે સ્મોકિંગ કરનાર યુવાનની વય ૨૦ વર્ષની છે તો તેની ક્રોનિલોજિકલ વય કોઇ ૪૦ વર્ષની વ્યક્તની જેમ દેખાય છે. ક્રોનલોજિકલ અથવા તો બાયોલોજિકલ વય શુ છે તેને લઇને વારંવાર પ્રશ્ન થતા રહે છે. માનવ શરીરની બે પ્રકારની વય હોય છે. પ્રથમ ક્રોનોલોજિકલ અને બીજી બાયલોજિકલ વય હોય છે. ક્રોનિલોજિકલ વય એ છે જે વ્યક્તની જન્મ સાથે ગણવામાં આવે છે. અને તેમાં વ્યક્ત કોઇ પણ વયના દેખાય છે. બાયલોજિકલ વય વય પ્રમાણે દેખાય છે.


અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્મોકિંગના નુકસાનને લઇને ૧૪૯૦૦૦ પુખ્તવયના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ બાબત સપાટી પર આવી છે કે સ્મોકિંગ કરનાર યુવાનોની ક્રોનોલોજિકલ વય તેમના કરતા નોન સ્મોકર્સ કરતા ડબલ નજરે પડે છે. જ્યારે સ્મોકિંગ ન કરનાર યુવાનની વય તેના જન્મના સમય મુજબ સટીક રહે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૦ પૈકી સાત એવા સ્મોકર્સ નિકળ્યા છે જેમની વય ૩૦ વર્ષ કરતા ઓછી હોવા છતાં ક્રોનોલોજિકલ વય ૩૧થી ૪૦ વર્ષની જેવી દેખાઇ રહી છે. અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી ૪૯૦૦૦ લોકો સ્મોકર્સ હતા તેમની સરેરાશ વય ૫૨ દર્શાવવામાં આવી છે. જે ચિંતાનો વિષય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે સ્મોકિંગ લોકોના આરોગ્યને બરબાદ કરી નાંખે છે અને વય કરતા પહેલા મોત તરફ દોરી જાય છે. કેટલીક બિમારીને પણ આમંત્રણ મળી જાય છે. સ્ટડીમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે નોન સ્મોકર્સની તુલનામાં સ્મોકિંગ કરનારની વય ખરુબ ઝડપથી વધી છે. આ પ્રક્રિયાને લઇને અભ્યાસમાં સામેલ થનાર લોકો પણ ચોંકી ગયા છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેસીવ ધુમ્રપાન બાળકોમાં બેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોના શરીરમાં ધૂમ્રપાનની ખૂબ જ માઠી અસર થાય છે. આ પ્રકારના ધૂમ્રપાનથી કેટલીક ગંભીર પ્રકારની આરોગ્યની તકલીફ ઊભી થાય છે. તે પ્રકારના તારણો પહેલાંથી જ બહાર આવી ચૂક્યા છે. હવે નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે પણ ટીનેજરો ઉપર માઠી અસર થાય છે. આવા ધૂમ્રપાનથી બાળકોમાં સાંભળવાની શક્ત જતી રહેવાનો ખતરો રહે છે. ૧૨થી ૧૯ વયના ૧૫૦૦ જેટલા લોકોને આવરી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે ગ્રસ્ત બાળકો સાંભળવાની શક્ત વધારે ગુમાવે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેસિંવ સ્મોકિંગથી એક એવા વિસ્તારને બ્લડ સપ્લાયને અસર કરે છે જે દરેક વ્યક્ત માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આ વિસ્તાર વ્યક્તની ભાષા સમજવા અને સાંભળવાની શક્તને સક્ષમ રાખવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાના બાળકો ધરાવતા માતાપિતા પૈકીના ઘણા માતાપિતા બાળકો ઘરે અભ્યાસ કરે છે ત્યારે અથવા તો રમતા હોય છે ત્યારે ઘરમાં ધૂમ્રપાન કરે છે. આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોનું સ્કૂલમાં વર્તન પણ અશાંત રહે છે. શિક્ષણમાં પણ નબળા હોય છે. ભણવામાં નબળા હોવાના કારણો જાણવા મળ્યા નથી. તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્યની ઘણી સમસ્યાઓ ધૂમ્રપાનને લીધે ઊભી થાય છે. અસ્થમા, હાર્ટના રોગ, ફેંફસાના કેન્સર સહિતના ઘણા ગંભીર રોગ ધૂમ્રપાનના કારણે થાય છે તેવા અહેવાલ પહેલેથી જ આવી ચૂક્યા છે. આ અભ્યાસ કરતી વેળા સંશોધકોએ ટીનેજરોની સાંભળવાની વ્યાપક પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો હતો. સ્મોકિંગ કરનાર મહિલા અને પુરૂષોમાં આ પ્રક્રિયા એક સમાન નજરે પડી છે. સ્મોકિંગના કારણે શરીરના આંતરિક અંગોને પણ ભારે નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here