સુરત : કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી 15 લાખની ચોરી કરનાર તસ્કર CCTV કેદ

0
6

કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેસરી એક્સપોર્ટ નામના હીરાના કારખાનામાં ચોરી થઈ છે. હીરાના કારખાનામાંથી તસ્કરે અંદાજે 15 લાખની ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે. રાત્રિના આઠ વાગ્યા બાદ આવેલો તસ્કર CCTVમાં કેદ થયો છે. સમગ્ર ચોરી અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચોરીની તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ સહિતની મદદથી સમગ્ર ચોરીની તપાસ કરવામાં આવી રહી છે. તસ્કર CCTVમાં કેદ થયો છે. જેમાં તે માસ્ક પહેરીને કારખાનામાં દાખલ થતો અને નવ મિનીટમાં જ કારખાનામાંથી બહાર નીકળી જતો દેખાઈ રહ્યો છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

તસ્કર જાણભેદુ હોય તે રીતે બિન્દાસ્ત રીતે ચાલતા ચાલતા આવીને નવ મિનીટમાં ચોરી કરીને જતો રહે છે.
(તસ્કર જાણભેદુ હોય તે રીતે બિન્દાસ્ત રીતે ચાલતા ચાલતા આવીને નવ મિનીટમાં ચોરી કરીને જતો રહે છે.)

 

ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ

કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેસરી એક્સપોર્ટ નામના હીરાના કારખાનામાં રાત્રિના સમયે એક તસ્કર દ્વારા ચોરી કરવામાં આવે છે. CCTV મુજબ તસ્કર 8વાગ્યેને 22 મિનીટે અંદર પ્રવેશે છે. મોઢા પર માસ્ક અને ડાબા પગના ઘૂંટણે ફાટેલું જીન્સ પહેરીને બિન્દાસ્ત રીતે અંદર પ્રવેશે છે. સાથે જ 8 વાગ્યેને 31 મિનીટે ચોરીને કરીને તે જતો રહે છે. તેની પીઠ પાછળ થેલો લટકતો પણ CCTVમાં કેદ થાય છે.

ચોરીની ઘટના બાદ પોલીસે ડોગ સ્ક્વોર્ડ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.
(ચોરીની ઘટના બાદ પોલીસે ડોગ સ્ક્વોર્ડ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.)

 

તસ્કર જાણભેદુ હોવાની આશંકા

પોલીસ દ્વારા સમગ્ર ચોરીની ઘટના સામે આવ્યા બાદ ડોગ સ્કવોર્ડ સહિતની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, CCTVના દ્રશ્યો મુજબ ચોર સમગ્ર ચોરીનો પ્લાન પહેલાથી બનાવીને આવ્યો હોય અને મુદ્દામાલ ક્યાં રાખવામાં આવ્યો છે તે જાણતો હોય તેમ આવે છે. બિન્દાસ્ત રીતે અંદર પ્રવેશીને નવ મિનીટમાં સમગ્ર ચોરી કરીને નાસી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here