Friday, August 6, 2021
Homeવડોદરા : ઠંડીની સિઝન શરૂ થતાં સક્રિય બન્યા તસ્કરો : પોલીસ પેટ્રોલિંગના...
Array

વડોદરા : ઠંડીની સિઝન શરૂ થતાં સક્રિય બન્યા તસ્કરો : પોલીસ પેટ્રોલિંગના ઉડાવ્યા ધજાગરા.

વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે અને વાહનો અને ઘરફોટ ચોરીના બનાવો વધ્યા છે. વડોદરામાં 3 સ્થળોએ વાહનોની ચોરી થઈ છે, જ્યારે 2 ઘરમાં સોના-ચાંદીના દાગીના અને ટ્રેનમાંથી મહિલના પર્સની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આમ તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સોલંકી ફળિયામાં રહેતા અશોકભાઈ રામાભાઈ પરમાર પોતાની સાઈકલ લઈને સયાજી હોસ્પિટલમાં દાદીના ખબર અંતર પૂછવા માટે ગયા હતા, જ્યાં તેમણે પોતાની સાઈકલ ન્યુ સર્જીકલ બોર્ડની સામે આવેલા પાર્કિંગમાં લોક કરીને મૂકી હતી જ્યાંથી પરત ફરતા સાયકલ પાર્ક કરેલી જગ્યામાંથી મળી આવી નહોતી. તેમણે તાજેતરમાં જ 4 હજાર રૂપિયાની કિંમત ધરાવતી આ સાઈકલની ખરીદી કરી હતી અજાણ્યો વ્યક્તિ લોક ખોલી અથવા તોડી સાઈકલની ચોરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. રાવપુરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ડભોઇયા પોલીસ ચોકીની બાજુમાં રહેતા 66 વર્ષીય કાંતિભાઈ કાળીદાસ ચુનારા નિવૃત્ત જીવન ગુજારે છે. તાજેતરમાં તેમણે નાગરવાડા સ્થિત એ.એસ બોટાદ ખાતેથી બજાજ કંપનીનું નવું બાઈક ખરીદ્યું હતું અને વર્ષ-2017 ઓક્ટોબર દરમિયાન તેમણે બાઈક પોતાના ઘર આંગણે પાર્ક કર્યું હતું. સવારે ઉઠીને જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઈક નહોતુ મળ્યું અને કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. બાઇકના જરૂરી કાગળ ન હોવાથી ફરિયાદ મોડી કરી હતી. વાડી પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ સાઈનાથ હાઉસિંગમાં રહેતા દેવેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ શર્મા રેતી કપચી ઈટોના જથ્થાબંધ વેપારી છે 24 ઓક્ટોબરના રોજ તેઓ ધંધાકીય કામ અર્થે પોતાના ભાઇનું સ્કૂટર લઈને લાલબાગ બ્રિજ નીચે ગયા હતા અને લાલબાગ બ્રિજની સ્કૂટર પાર્ક કર્યું હતું. આ દરમિયાન તેઓ લોકમાંથી ચાવી કાઢ્યા વગર મિલેટ્રી બંગલામાં જતા રહ્યા હતા, જ્યાંથી પરત આવતા સ્કૂટર પાર્ક કરેલી જગ્યાએ જણાવ્યું ન હતું અને કોઈ અજાણ્યો ઇસમ સ્કૂટરની ચોરી કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. માંજલપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

નવરંગ સિનેમા રોડ પર અજાણ્યા તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી ૧.૯૫ લાખ ની મત્તા ચોરી વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી ઘડિયાળી પોળમાં રહેતા પ્રકાશભાઈ અંબાલાલ રાણા ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેઓનું બીજું મકાન નવરંગ સિનેમા રોડ ઉપર આવેલું છે જ્યાં એક મકાનમાં મોટાભાઈ કનુભાઈ રાણા રહે છે . અને બીજા મકાનમાં જરૂરી સામાન મુક્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે તેમને જાણ થઈ હતી કે, તેમના નવરંગ સિનેમા વાળા ઘરે ચોરી થઈ છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 1.10 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેમના મોટાભાઈ કનુભાઈ રાણાના મકાનમાંથી સોના-ચાંદી સહિત 85 હજારની મત્તા ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું આમ અજાણ્યો તસ્કર બંને ભાઈઓના મકાનમાંથી 1.95 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયો હતો.

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધીન મહિલા મુસાફરનું પર્સ ચોરી ગઠિયો ફરાર મુંબઈના રહેવાસી સવિતાબેન ભટ્ટી પોતાના પુત્ર સાથે દિલ્હીથી મુંબઇ પરત આવવા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એ-4માં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ ઊંઘી જતા લાભ ઉઠાવી અજાણ્યો ગઠીયો સીટ નીચેથી તેમનું લેડીઝ પર્સ ચોરી નાસી છૂટ્યો હતો. જે પર્સમાં રોકડા રૂપિયા 65000 અને 30000ની કિંમત ધરાવતો મોબાઇલ ફોન, બેંકના અને ઓળખ પુરાવા ના અગત્યના કાગળો સહિત 95 હજારની મત્તા હતી. ફરિયાદના આધારે રેલવે પોલીસે અજાણ્યા ગઠીયા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments