સુરત : ઉધનામાં ટેક્સટાઈલના કંપનીની સેલ ઓફિસમાંથી તસ્કરોએ સાડી અને રોકડ મળી 7.22 લાખની ચોરી કરી

0
22

ઉધના મગદલ્લા પ્લોટ નંબર-26 થી 29 શિવશંભુ ઇન્ડ.એસ્ટેટ,ચોસઠ જોગણી માતા મંદીર રોડ સુરત ખાતે આવેલ સેલ ઓફીસ જેમાં કુર્તી ઓફીસની બહાર આવેલ ગ્રીલ કોઇ સાધન વડે તોડી સેલ ઓફીસમાં પ્રવેશ કરી એકાઉન્ટ ઓફીસમાં આવેલ ટેબલ ડ્રોઅર તોડી હિસાબના રાખેલ 6.94 લાખ તથા સાડી 28 હજાર અને સીસીટીવી કેમેરાના નૂકસાન કરી નાસી ગયા હતાં. હાલ ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

9 કેમેરા તોડી નાખ્યા

ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક આવેલા શીવશંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં. 26થી 29 માં આવેલા અરૂણા ટેક્સટાઇલની સેલ ઓફિસમાં ચોર ત્રાટક્યો હતો. રાત્રે 2.25 વાગ્યે વ્હાઇટ કાપડ ઓઢી ધુંટણીયે ચાલીને આવેલા ચોરે ઓફિસના કુર્તી ડિપાર્ટમેન્ટની ગ્રીલ કોઇક સાધન વડે કાપી અંદર પ્રવેશી સીસીટીવી કેબલ કાપી નાંખી 9 કેમેરાની તોડફોડ કરી ચોરીનો કસબ અજમાવ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

ચોરે સેલ ઓફિસના કાઉન્ટરની તોડફોડ કરી રોકડા 6.94 લાખ અને 25 નંગ સાડી મળી કુલ 7.22 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે ઓફિસે પહોંચેલા મેનેજર હિતેશ રાજેશ પાટીલ (રહે. 17, પ્રતિષ્ઠા રો હાઉસ, ખરવાસા રોડ, ડીંડોલી) ઓફિસનો સરસામાન વેરવિખેર જોઇ ચોંકી ગયા હતા અને તુરંત જ માલિક સમ્રાટ પાટીલ અને પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here