સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલા મેડિકલની દુકાનમાંથી 42 હજારની ચોરી કરી તસ્કરો ફરાર

0
0

સુરત. લિંબાયત વિસ્તારમાં આવેલા સહજ કેમિસ્ટ એન્ડ જનરલ સ્ટોર્સની દુકાનને નીશાને બનાવી તસ્કરો દુકાનમાંથી રોકડા 42 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે દુકાન માલિકની ફરીયાદના આધારે લિંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ

કોરોના મહામારી ચોથા લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છુટછાટ આપતા તસ્કરો પણ પોતાના કામે લાગી ગયા હોય તોવું લાગી રહ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો છે.મૂળ રાજસ્થાનના વતની અને હાલ સુરતના લિંબાયત સ્થિત જલારામનગરમાં રહેતા શેરસીંગ જોઘારામ પટેલની મહાપ્રભુનગર સર્કલ પાસે સહજ કેમિસ્ટ એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે.દરમિયાન તેમની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનના શટરને કોઈ સાઘન વડે તોડી દુકાનમાંથી રોકડા 42 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બીજા દિવસે સવારે દુકાન ખોલતા દુકાન માલિકને ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ લિંબાયત પોલીસ મથકમાં અજાણ્યા વિરુધ્ધ ચોરની ફરીયાદ નોંઘાવતા પોલીસે તેમની ફરીયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here