દહેગામ : કમાલ બંધ વાસણા ગામના ખેતરમાં રહેતા એક પરિવારના ઘરમાં રાત્રિના સમયે તસ્કરોએ મચાવ્યો તરખાટ.

0
696

કમાલ બંધ વાસણા એક ખેતરમાં રહેતા પરિવારના ઘરમાં તસ્કરો મચાવ્યો તરખાટ.
રાત્રિના સમયે પરિવાર અમદાવાદ સિંગરવા ગયો હતો.
સમય સુચકતા વાપરી તસ્કરોએ 3 લાખ અને 67 હજારની ચોરી કરેલ છે.
પોલીસે ઘટનાસ્થળે આવીને પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કમાલ બંધ વાસણાના ખેતરમાં રહેતા કાંતિભાઈ ધુળાભાઈ ડાભી રાત્રે 9 વાગ્યે પોતાનું મકાન બંધ કરીને સિંગરવા ગયા હતા. ત્યારે આ બંધ મકાન જોઈ રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશીને તમામ ઘરમાં તિજોરી, કબાટ, ગાદલા અને પલંગ અને અન્ય ઘરની તમામ જગ્યાએ ફરીને તિજોરી અને કબાટમાંથી3 લાખ 67 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા.

ત્યારે રાત્રિના સિંગરવા ગયેલો આ તમામ પરિવાર પરત ફરતા દરવાજો ખુલ્લો જો તાં ઘરની અંદર તપાસ કરતા કબાટ તિજોરીમાંથી કપડાં, ઘરમાં છૂટા નાખેલા જોવા મળ્યા હતા. ત્યારે તપાસ કરતાં ઘરમાંથી 1 લાખ રૂપિયા રોકડા અન્ય સોના ચાંદીના ઘરેણા ગુમ થઇ ગયેલા હતા. ઘરનો પરિવાર બહાર જતા તસ્કરોએ આ ઘરમાં બિન્દા થી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

આ બાબતે ઘર માલિકે બહિયલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી જઈને ઘરમાં પડેલી તમામ ચીજવસ્તુઓ જોઈને સ્થળ ઉપર પંચનામું કરતા રૂપિયા 3 લાખ 67 હજાર ની ચોરી થવા પામી છે. જેમાં 1 લાખ રોકડા અને અન્ય સોના-ચાંદીના દાગીના તસ્કરો લઈને ફરાર થઈ જવા પામ્યા છે. પોલીસે ઘરમાલિકની ફરિયાદને આધારે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here