દહેગામ : બારોટવાડામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ : બંધ મકાનમાં સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર.

0
161

 

દહેગામ ખાત આવેલ બારોટવાડામાં તસ્કરોએ મચાવેલો તરખરાટ.
બંધ મકાનના દરવાજાનું તાળું તોડી 12 લાખ ૯૯ હજાર ચોરી કરી તસ્કરો ફરાર.

 

       

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ બારોટવાડામાં રહેતા સાવનભાઈ ચેતનભાઇ બારોટ પોતાના ઘરને તાળું મારીને અમદાવાદ ગયા હતા. તેવા સમયે બંધ મકાનમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ઘરનું તાળું તોડીને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના લૂંટી લઈને ફરાર થઈ જવા પામ્યા હતા. તેમાં રોકડ રકમ રૂપિયા 10 લાખ અને સોના-ચાંદીના દાગીના 2 લાખ 99000 કુલ મળી12.99000 ની ચોરી થવા પામેલ છે. દહેગામ પોલીસે ચોરીનો ગુનો નોંધી હાલ તેની તપાસ હાથ ધરી છે. દહેગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તેની તપાસ હાલમાં સ્થળ ઉપર પોલીસ કરી રહી છે તેમજ પંચોના રૂબરૂમાં સ્થળ ઉપર પોલીસ પંચનામું કર્યું હતું.

(બાઈટ : મીનાબેન ચેતનભાઈ બારોટ : બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર.)

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here