સુરત : સિવિલના ડોક્ટર ક્વાટર્સમાં તસ્કરોએ 3 કારમાં પંચર કરી ચોરીનો પ્રયાસ કર્યો

0
13

સુરતઃનવી સિવિલ હોસ્પિટલમાં આવેલ રેસિડન્ટ ડોક્ટરના ક્વાટર્સમાં ચોરીનો પ્રયાસ થયો હતો. તસ્કરોએ ચોરી કરતાં અગાઉ ત્રણ કારમાં પંચર કરી દેવામાં આવ્યાં હતાં. તિક્ષ્ણ હથિયારોથી 12 જેટલા પંચર કરી દેવાયા હતા સાથે જ બાઈકમાંથી ટૂલ બોક્સની ચોરી કરી લેવાઈ હતી. રેસિડન્ટ તબીબના બંધ ક્વાટર્સમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરીને કપડાં વેરવિખેર કરી નાખ્યાં હતાં.

વહેલી સવારે ઘટના બની

સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાં રહેતા ડો.આર ડી બર્મને જણાવ્યું હતું કે, તેઓ રાત્રે સાડા ત્રણ વાગ્યે બહેનને રેલવે સ્ટેશનથી લઈને આવ્યા હતાં. બાદમાં મળસ્કે ચારેક વાગ્યે આ ઘટના બની હતી. સવારમાં તબીબોના ધ્યાનમાં આ વસ્તુ આવતાં બદઈરાદાથી કોઈએ આ કૃત્ય કર્યું હોય શકે તેમ વધુમાં જણાવ્યું હતું.

સિક્યુરીટીનો અભાવ

સિવિલ હોસ્પિટલના ક્વાટર્સમાં સીસીટીવી કે રાત્રિ દરમિયાન સિક્યુરીટી ન હોવાથી ચોરી અને વાહનોને પંચર કરવાથી લઈને ટૂલ બોક્સની ચોરી થતી હોવાનું તબીબો પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે અને વહેલી તકે આ વ્યવસ્થા ઉભી થાય તેવી માંગ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here