દહેગામ : શ્રીનાથ સોસાયટીમાં રાત્રે ત્રણ વાગ્યે તસ્કરોએ મચાવેલો તરખરાટ : પાંચ લાખની ચોરી.

0
151

દહેગામ શહેરમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તરખરાટ.
મકાન માલિક વતનને ગયા હતા ત્યારે રાત્રિના સમયે તસ્કરોએ આ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી શ્રીનાથ સોસાયટીને તસ્કરોએ ટાર્ગેટ બનાવીને સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દહેગામ શહેરના દહેગામ થી કોલેજ જવાના મુખ્ય માર્ગ ઉપર શ્રીનાથ સોસાયટી આવેલી છે. આ શ્રીનાથ સોસાયટીમાં બંગલા નં : 34/a માં અજમેલસિહ સોમસિહ મકવાણા છેલ્લા આઠ વર્ષથી ભાડે મકાન રાખીને પરિવાર સાથે રહે છે. ત્યારે ગઈકાલે બપોરે તેમણે પોતાના વતન પ્રાંતિજ તાલુકાના કરોલ ગામે પરિવાર સાથે ગયા હતા. અને રાત્રિના સમય તસ્કરોએ આ મકાનને ટાર્ગેટ બનાવીને અંદરથી 2 મંગળસૂત્ર, 5 તોલા સોનાનો દોરો, સોનાની બુટ્ટી 60 હજાર રોકડા અને અન્ય દર દાગીના થઇ આશરે કુલ 500000 ની ચોરી કરી ફરાર થઇ ગયેલા છે.

બાઈટ : અજમેલસીહ મકવાણા, મકાનમાલિક.

 

આ તસ્કરોએ રાત્રિના સમયે મુખ્ય દરવાજાનો નકુચો તોડી ને અંદર પ્રવેશી કબાટ તિજોરી તોડીને અંદરથી સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જવા પામ્યા હતા. ઉપરાંત દહેગામ શહેરમાં અન્ય પણ બે મકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પરંતુ તેમાં કોઈ હાથ આવ્યું નથી. આમ શ્રીનાથ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવતા રાત્રિના સમયે ચોકીદારે ઘર માલિકને જાણ કરીને બોલાવ્યા હતા ત્યારે આખો પરિવાર ઘરે આવીને જોતા આખા ઘરની અંદર તિજોરીના કપડા નીચે ફેંકી દઈને સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઈ જતા મકાનમાલિકે આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here