Saturday, February 15, 2025
Homeમેઘરજ ના જંગલો માં ઇલેક્ટ્રિક કટિંગ મશીન થી ઝાડ કાપી દાણચોરી કરતા...
Array

મેઘરજ ના જંગલો માં ઇલેક્ટ્રિક કટિંગ મશીન થી ઝાડ કાપી દાણચોરી કરતા વીરપ્પનો

- Advertisement -
મેઘરજના જંગલોમાં ઇલેક્ટ્રિક કટિંગ મશીનથી ઝાડ કાપી દાણચોરી કરતા વીરપ્પનનો
અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષો વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વનવિભાગની નજર તળે ધોળે દહાડે સરકારના અનામત પ્રકારના વૃક્ષો સહીત જલાઉ લાકડા બેફામ રીતે મંજૂરી વગર કાપીને લાકડાના દાણચોર વીરપ્પનો ધોળે દહાડે ગેરકાયદેસર હેરાફેરીનો વેપલો ચાલી રહ્યો છે
      મેઘરજ જંગલમાં ત્રાટકતા વીરપ્પનનો ખુલ્લેઆમ ઝાડ કાપવાના કટર મશીન સાથે ટ્રેક્ટર, ટેમ્પામાં પહોંચી ઇમારતી લાકડા અને જલાઉ લાકડાના તોતિંગ વૃક્ષો પણ ગણતરીની મિનિટોમાં થડમાંથી કાપી રફુચક્કર થઇ જતા હોય છે મેઘરજના જંગલમાં કટિંગ મશીનથી કાપેલા જુદા જુદા ઝાડના વિડીયો પર્યાવરણ પ્રેમીએ ઉતારી વિડીયો વાઇરલ કરતા વનવિભાગ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે
      આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,મેઘરજ તાલુકા વિસ્તારમાં આવેલા સરકારી અનામત જંગલોમાંથી છેલ્લા ઘણા સમયથી લાકડાના દાણચોર તત્વો દ્વારા વનવિભાગની મિલીભગતમાં સાગ અને જલાઉ વૃક્ષો કાપી દાણચોરી થઈ રહી છે મોટા ભાગના જંગલોમાંથી રોજેરોજ સરકારી વૃક્ષો કાપીને લાકડાના દાણચોરો મોટી ચોરી કરી રહ્યા છે જેને લઈને જંગલો ઉજ્જવળ બની રહ્યા છે લાકડાની ગેરકાયદેસર દાણચોરી થી ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે
    મેઘરજ પંથકના પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર મેઘરજના રોડ પર ધોળે દહાડે અને રાત્રીના સુમારે મેઘરજ પંથકમાંથી ખુલ્લેઆમ વૃક્ષોનું નિકંદન કાઢી ટ્રેક્ટર, ટેમ્પા અને ટ્રકમાં હેરાફેરી થઈ રહી છે વનવિભાગ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની મીલીભગત થી વીરપ્પનનો જંગલોનો વિનાશ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી આગામી સમયમાં કાપેલા ઝાડના થડના થયેલા વાઈરલ વિડીયોની સીડી બનાવી જીલ્લા મુખ્ય વનવિભાગ અધિકારી, ગાંધીનગર હેડ ઓફિસ અને રાજ્યસરકારમાં રજુઆત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular