પ્રાંતિજ : મકાન માં સાપ ધુસી આવતા નાસભાગ, રેસ્ક્યુ કરી સાપ ને જંગલ માં છોડી મુકવામાં આવ્યો

0
74

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગોપીનાથ સોસાયટી માં એક મકાનમાં સાપ ધુસી આવતાં મકાન માલિક સહિત આજુબાજુના રહિશો માં નાસભાગ મચી જવા પામી હતી તો સ્નેક રેસ્ક્યુ સર્વિસ S.I.C ગાંધીનગર ની ટીમ ને જાણ કરતાં સાપ ને રેસ્ક્યુ કરી પકડી ને જંગલ મા છોડી મુકવામાં આવ્યો હતો .

 

સ્નેક રેસ્ક્યુ સર્વિસ ગાંધીનગર ની ટીમ ને જાણ કરતા  

ટીમ દ્વારા સાપ ને પકડી પાડવામા આવ્યો હતો .

રેસ્ક્યુ કરી  સાપ ને પકડી જંગલ માં છોડી મુકવામાં આવ્યો હતો 

 

પ્રાંતિજ એપ્રોરોચ રોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટી માં રહેતા સ્વ.જીતુભાઈ મિસ્ત્રી ના મકાન મા બાથરૂમ માં ઝેરી સાપ ધુસી આવતા ધર ના સભ્યો સહિત આજુબાજુના લોકો મા નાસભાગ મચી જવા પામી હતી તો ભય નો માહોલ જોવા મલ્યો હતો તો સોસાયટી ના રહીશો સહિત  લોકો ના ટોળી ટોળા તેમના ધરે દોડી આવ્યા હતાં તો આ અંગેની જાણ જય ગોગા , પાણી બચાવો  , પુથ્વી બચાવો , સ્નેક રેસ્ક્યુ સર્વિસ S.I.C ગાંધીનગર ની ટીમ ને કરતા તેવો તાત્કાલિક ગોપીનાથ સોસાયટી ખાતે દોડી આવ્યા હતાં અને રેસ્ક્યુ કરી ને સાપ ને પકડી પાડયો હતો તો મકાન માલિક સહિત આજુબાજુના લોકો એ હાશકારો લીધો હતો સ્નેક રેસ્ક્યુ સર્વિસ ટીમ ના પરેશ ભાઇ પટેલે જણાવ્યું કે આ સાપ ઝેરી છે અને જો કોઇ ને કરડે તો માણસ તાત્કાલિક ખલાસ થઇ જાય છે ત્યારે સ્નેક ટીમ દ્વારા પકડેલ સાપ ને જગલ માં છોડી મુકવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here