ઉનાળો જામતો જાય છે અને હવે એસી તરફ વળવાનો વારો આવ્યો છે પરંતુ લાંબા સમયથી બંધ પડેલા એસીને ચાલુ કરવામાં ધ્યાન રાખજો નહીંતર ડરામણો અનુભવ થશે. કેરળમાંથી એક ખૌફનાક વીડિયો સામે આવ્યો છે જેમાં એસીના યુનિટમાંથી ઘણા સાપ નીકળ્યાં હતા.
એક શખ્સના ઘેરમાં ઘણા સમયથી એસી બંધ પડ્યું હતું અને તે ચાલુ કરવા જતાં તેમાંથી ઘણા સાપ નીકળતાં તેને આઘાત લાગ્યો હતો. તેણે તાત્કાલિક સાપ પકડનાર જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમ આવીને સાપને પકડીને જંગલમાં છોડી દીધા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક માણસ એસીના ઈન્ડોર યુનિટમાંથી કેટલાક સાપ બહાર કાઢતો જોઈ શકાય છે.