Tuesday, December 7, 2021
Homeસુરત : રાંદેરમાં શાકભાજી લઇ ઘરે પરત જતી મહિલાના ગળાંમાંથી સ્નેચરો 45...
Array

સુરત : રાંદેરમાં શાકભાજી લઇ ઘરે પરત જતી મહિલાના ગળાંમાંથી સ્નેચરો 45 હજારની ચેઇન આંચકી ફરાર

સુરત શહેરના રાંદેરમાં આસોપાલવ એપાર્ટમેન્ટ નજીકથી પગપાળા પસાર થઇ રહેલી મહિલાને સ્નેચરોએ નિશાન બનાવી હતી. બાઈક સવાર માસ્કધારી બે સ્નેચરો 45 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર.

ઘરે પરત ફરતા સમયે સ્નેચરોએ નિશાન બનાવ્યા

રાંદેરમાં કોઝવે રોડ ખાતે ધનલક્ષ્મી રો હાઉસમાં રહેતા અંજના અમીત ટંડેલ (ઉ.વ. 41) નાનપુરાના પદમ આર્કેડમાં ભવ્ય કન્સલટન્સી ખાતેની ઓફિસેથી પરત ઘરે જવા નીકળ્યા હતા. સાથી કર્મચારી સાથે બાઈક પર તાડવાડી ખાતે આવ્યા હતા અને પાલનપુર પાટીયા સ્થિત શાકમાર્કેટમાંથી શાકભાજી લઇ પરત ઘરે જઇ રહ્યા હતા.

બાઈક પર માસ્ક પહેરેલા બે સ્નેચરો ઘસી આવ્યા

મહિલા ઘર નજીક આનંદ પાર્ક સોસાયટીથી આસોપાલવ એપાર્ટમેન્ટ તરફ જઇ રહ્યા હતા. દરમિયાન બાઈક પર માસ્ક પહેરેલા બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે અંજનાબેનના ગળામાંથી 45 હજારની કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે અંજનાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અંજનાબેને બુમાબુમ પણ કરી હતી. જોકે, સ્નેચરો ભાગી જવામાં સફળ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments