હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાને પગલે સહેલાણીઓ ઉમટયા

0
15

મનાલી તા.17
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી બરફ વર્ષાથી વિન્ટર સીઝનની ધમાકેદાર શરુઆત થઈ રહી છે ત્યારે સહેલાણીઓની સંખ્યામાં પણ 40 ટકા જેટલો વધારો થયો છે. સીમલા, મનાલી, ડેલહાઉસી અને ધર્મશાળામાં ખાલી રહેતી હોટેલો ભરચક રહેવા માંડી છે.


ક્રિસમસ, ન્યુ યર પર પણ સહેલાણીઓની સંખ્યા વધી શકે છે. તાજેતરની બરફ વર્ષાથી મનાલી ધર્મશાળામાં હોટલોમાં 50 ટકા બુકીંગ વધી ગયા છે, જયારે સીમલામાં સરકારી હોટેલો તો પેક થઈ ગઈ છે.


મનાલીના સોલંગનાલા, હિડિંબા મંદિર, વશિષ્ઠ, ઓલ્ડ મનાલી, નહેરુ હુડ, પલચાન કોઠી જેવા સ્થળો પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો બરફમાં મસ્તી ઉડાવી રહ્યા છે, સ્કીઈંગનો આનંદ માણી રહ્યા છે. કુલુ-મનાલીના હોટેલના કેટલાક સંચાલકો ક્રિસમસ અને ન્યુયર પહેલા લોભામણા પેકેજ પણ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here