હિમાચલના પહાડોમાં હિમવર્ષા … ઠંડી વધશે…..

0
14

નવી દિલ્હી, 13 જાન્યુઆરી , હિમાચલ પ્રદેશમાં હવામાનનો મિજાજ ફરી બદલાયો છે. રાજ્યમાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં હલ્કી હિમવર્ષાના કારણે, આખા પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે, લાહૌલ-સ્પિતિ, કિન્નોર,કુલ્લૂ અને ચંબા જીલ્લમાં પર્વતની શ્રુંખલાઓ પર હિમવર્ષા થઇ છે. લાહૌલ-સ્પિતિના કેલંગ માં 1 સેન્ટીમીટર બરફ નોધાયો છે.

શિમલાની આસ-પાસ આકાશમાં વાદળા છવાયેલા છે. હિમવર્ષાને અનુકુળ વાતાવરણ બનેલુ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આવનારા 24 કલાકમાં અહી ભારે હિમવર્ષાના પગલે, એલર્ટ જારી કરી દેવાયુ છે. કેલંગ સહુથી ઠંડુ સ્થળ છે. અહી રવિવારે સવારે ન્યુનતમ -11.3 ડીગ્રી નોધાયુ છે. જયારે કિન્નોરના કલ્પા મા -4, મનાલીમા -8, ડલહૌજીમા 1.6, ધર્મ શાળા મા 3.2, શિમલામા 5.1, ભુંતરમા 5.5, પાલમપુર અને સોલન મા 4, ચંબામા 6.૨, નાહન મા 7.૨, કાંગડા મા 8, મંડીમા 8.2, હમીરપુર 9.2, બિલાસપુર 9.5 તાપમાન નોધાયું છે.

 

રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે, 17 જાન્યુઆરી સુધી આખા પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભવાના છે. રવિવારે સવારે કેલંગમાં 1 સેમી બરફ પડ્યાનુ નોધાયુ છે. જયારે કોઠીમાં 11 મીમી, અને સિયોબગમાં 4 મીમી વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here