શું તમને રાત્રે લાંબા સમય સુધી ઊંઘ નથી આવતી? તો અપનાવો આ ઉપાય

0
98

સારુ જીવન જીવવા માટે પૂરતી ઊંઘ ઘણી મહત્વની છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમની આંખ નીચે કાળા કૂંડાળા જોવા મળતા હોય છે. જો કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે રાત્રે ઊંઘવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ લાંબા સમય બાદ તેમને ઊંઘ આવે છે. આવા લોકોની આખી રાત પડખાં બદલવામાં જ વીતી જતી હોય અને આંખમાં ઊંઘનુ નામોનિશાન ન હોય તો સારી ઊંઘ માટે અહી આપેલ ઉપાયો અજમાવી જુઓ.

અમેરિકાનાં સ્લીપ મેડિકલ સેંટરનાં શોઘકર્તા માર્થા જેફરસનની શોધ મુજબ શરીરનું તાપમાન પથારી અને રજાઈનાં તાપમાનને અનુકૂળ બનાવીને સુવાથી સારી ઊંઘ આવે છે અને તે માટે સહેલો ઉપાય છે સુતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવુ. વૈજ્ઞાનિક ડો. માર્થ જૈફરસન મુજબ ‘ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરવા માટે સુવાનાં 30 મિનિટ પહેલા નહાવુ કે હોટ શાવર એક સારો વિકલ્પ છે. આનાથી શરીરનું તાપમાન પથારીનાં તાપમાનનાં સામાન્ય સ્તર પર હોય છે અને શરીરમાંથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિજોલ ઓછા થઈ જાય છે. જેનાથી ઊંઘ સારી આવે છે. જો તમે ઊંઘ ન આવવાથી હેરાન છો તો આ ઉપાય તમારે માટે કારગર સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here