કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

0
11

નવી દિલ્હી. દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીનના ગુઆંગઝોથી સાડા છ લાખે ટેસ્ટ કીટ લઈને વિશેષ વિમાન દિલ્હી માટે રવાના થઈ ગયું છે. જેમાં સાડા પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ છે. રેપિડ કીટથી તપાસ કરીને માત્ર 15 મિનિટમાં દર્દીના સંક્રમિત થવા અંગેની ભાળ મળી જશે. આ તપાસ બ્લડની બૂંદથી કરવામાં આવે છે. દેશમાં હાલ કરવામાં આવી રહેલી તપાસમાં ગળા અથવા નાક માંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે. જેનો રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે.

Corona Virus In india Live News & Updates of 16 April

દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો 12,456 થયો છે.  જો કે, બુધવારે આમા સામાન્ય ઘટાડો આવ્યો છે અને દિવસભરમાં 881 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા સોમવારે 1,243 અને મંગળવારે 1035 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિનાના 15 દિવસ વિતી ચુક્યા છે. આ દરમિયાન દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 ગણી થઈ ગઈ છે. 1 એપ્રિલે 2059 લોકો સંક્રમિત થયા હતા. હવે આ સંખ્યા 12471 થઈ ગઈ છે. જેમાંથી મહારાષ્ટ્રમાં જ 2916 દર્દી છે. આ કુલ સંક્રમિતોનો લગભગ 24% છે. એટલે કે દેશના દરકે 4 દર્દીમાંથી એક મહારાષ્ટ્રનો છે.

અત્યાર સુધી 426 લોકોના મોત 

દેશમાં કોરોના વાઈરસથી મરનારાઓની સંખ્યા 426 થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકના બેંગલુરુમાં 66 વર્ષના દર્દીનું મોત થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ દર્દી 10 એપ્રિલથી વેન્ટીલેટર પર હતો. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે આ 13મું મોત છે. સાથે જ ગુજરાતમાં સંક્રમણના કારણે ત્રણ લોકોનું મોત થયું છે. તો બીજી બાજું ત્રણ દિવસમાં 90થી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 187 લોકોના મોત થયા છે.

આજે 104 કોરોના સંક્રમિત મળ્યા 

દેશમાં ગુરુવારે 104 કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મધ્યપ્રદેશમાં 42, રાજસ્થાનમાં 25, ઉત્તરપ્રદેશમાં 19 અને પશ્વિમ બંગાળમાં 18 દર્દી મળ્યા. બુધવારે 882 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં 232 ગુજરાતમાં 116, મધ્યપ્રદેશમાં 197, ઉત્તરપ્રદેશમાં 75 અને રાજસ્થાનમાં 71 લોકોમાં કોરોના વાઈરસની પુષ્ટી કરવામાં આવી હતી. આ આંકડા  covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 12 હજાર 380 સંક્રમિત છે. જેમાંથી 10477ની સારવાર ચાલી રહી છે. 1488 લોકો સ્વસ્થ થયા છે અને 414 લોકોના મોત થયા છે.

Corona Virus In india Live News & Updates of 16 April
 

ચીનથી આજે પહોંચશે 6.5 લાખ ટેસ્ટિંગ કીટ 

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ગુરુવારે જણાવ્યું કે, આજે સવારે ત્યાંના ગુઆંગઝોથી સાડા છ લાખ ટેસ્ટીંગ કિટ લઈને વિશેષ વિમાન ભારત માટે રવાના થઈ ગયું છે. આ જથ્થામાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અને આરએનએ એક્સટ્રૈક્શન કીટ પણ સામેલ છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

 મહત્વના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના પાલધરમાં બે ટ્રેની ડોક્ટર્સ સહિત 10 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
  • રાજસ્થાનમાં કોરોના વાઈરસથી સંક્રમિત 25 નવા દર્દીઓની પુષ્ટી કરાઈ
  • લોકડાઉન વચ્ચે કર્ણાટકમાં 14 વિભાગોના કર્મચારીઓને કામ પર પાછા આવવાનો આદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here