કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 13,495 કેસ-448 મોત : મહારાષ્ટ્રમાં 3202 કેસ : દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધુ દર્દી

0
7

નવી દિલ્હી.  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13495 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે.

તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.મધ્યપ્રદેશના 65% દર્દી ઈન્દોરમાં છે. આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 12759 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં 10824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.

અત્યાર સુધી 448 લોકોના મોત 
દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. શુક્રવાર સુધી મરનારાઓની સંખ્યા 448 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં  ગુરુવારે 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં 8 મોત ઈન્દોરમાં થયા છે. સાથે જ ભોપાલમાં હમીદિયા હોસ્પિટલામાં 11 એપ્રિલે મૃત જહાંગીરાબાદ નિવાસી યૂનુસ ખાનનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતો. શહેરમાં કોરોનાથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં ઈન્દોર એપી સેન્ટર બન્યું 
ગુરુવારે મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં70, ગુજરાતમાં 163, અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે. તો બીજી બાજું મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા છે. આ દેશના કોઈ પણ શહેરમાં એક દિવસમાં મળતા સૌથી વધારે કેસ છે. એમપીના 65% દર્દી ઈન્દોરમાં છે.

દેશના રાજ્યોની સ્થિતિ 

મહારાષ્ટ્ર, સંક્રમિત 3202- રાજ્યમાં ગુરુવારે 286 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી માત્ર મુંબઈમાં 107 દર્દી મળ્યા, મુંબઈમાં કુલ 1863 પોઝિટિવ છે. આ રાજ્યના કુલ સંક્રમિતોનો 62% આંકડો છે. મુંબઈ બાદ સૌથી વધારે 351 દર્દી પૂણેમાં છે.
 રાજસ્થાન, સંક્રમિત 1131ઃ અહીંયા ગુરુવારે 55 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ટોન્કમાં 11 જોધપુરમાં 10, ઝૂંઝૂનૂંમાં 2, જ્યારે બિકાનેર અજમેરમાં 1-1 સંક્રમિત મળ્યો છે. બુધવારે અહીંયા 71 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દિલ્હી, સંક્રમિત 1640ઃ અહીંયા ગુરુવારે 62 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે અહીંયા એક પિત્ઝા બોય સંક્રમિત મળ્યો છે. તેના 17 સાથીને ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here