કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 17,357 કેસ- 560 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- મુંબઈ, કોલકાતા, જયપુર,અને ઈન્દોર સહિત 11 શહેરોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર

0
7

નવી દિલ્હી. ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,357 અને 560 લોકોના મોત થયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 552, ગુજરાતમાં 367, તમિલનાડુમાં 105, રાજસ્થાનમાં 80, આંધ્રપ્રદેશમાં 44, યુપીમાં 125, પશ્વિમ બંગાળમાં 23, હરિયાણામાં14, બિહારમાં 7, ઝારખંડામાં 5, કર્ણાટકમાં 6 અને આંદામાન-નિકોબારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમામે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં 31 સંક્રમિતોનું મોત થયું છે. 1324 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 16 હજાર 116 કેસ થઈ ગયા છે. જેમાં 13,295 એક્ટિવ કેસ છે. 2302 લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહત્વના અપડેટ્સ 

  •  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું નિધન, દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા
  • જમ્મુ- કાશ્મીર પોલીસકર્મી કોરોના પોઝિટિવ, કાશ્મીરમાં પોલીસકર્મીઓમાં આ બીજો કેસ
  • ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, દેશમાં ઘણી લેબ તપાસની ક્ષમતા વધી રહી છે. આશા છે કે 31 મે સુધી દરરોજ 1 લાખ તપાસ કરવામાં આવશે
  • લોકડાઉનના બીજા તબક્કમાં સોમવારે ઘણી સેવાઓમાં સશર્તી ઢીલ આપવામાં આવી છે. તેની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ ટોલ નાકા પર ક્લેક્શન  શરૂ કરી દીધું છે.
  • ઉત્તરપ્રદેશમાં મેરઠ સ્થિત વેલેન્ટિસ કેન્સર હોસ્પિટલ સંચાલને છાપામાં આપેલા વિવાદિત વિજ્ઞાપન અંગે માફી માંગી લીધી છે. આ વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમ દર્દી અને તેમની સાર સંભાળ રાખનારા લોકો કોવિડની તપાસ કરાવાને જ અહીંયા આવે. તેઓ નેગેટિવ હશે તો જ તેમની સારવાર કરવામાં આવશે, પોલીસે હોસ્પિટલના સંચાલક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
  • બંગાળની સરકારે હોસ્પિટલના કર્મચારીઓને ફરજ દરમિયાન ઘરે ન જવાનો આદેશ કર્યો છે.
  • જબલપુરમાં ક્વૉરન્ટીન સેન્ટરથી ફરાર કોરોના પોઝિટિવ વ્યક્તિની નરસિંહપુરમાં ધરપકડ કરવામાં આવી
  • ઉત્તરપ્રદેશના 30 વિદેશી જમાતીઓનો ક્વૉરન્ટીન સમય પુરો, લખનઉની અસ્થાઈ જેલમાં મોકલવામાં આવ્યા
  • દિલ્હીમાં કોરોના દર્દી મળ્યા બાદ સિવિલ લાઈન્સમાં ઓબરોય અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

ગોવા બાદ હવે મણિપુર પણ કોરોના મુક્ત થયું

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે, મને એ જણાવતા ખુશી થઈ રહી થે કે મણિપુર હવે કોરોના મુક્ત છે. અહીંયા બે દર્દી હતા, બન્ને પુરી રીતે સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમણના કોઈ નવા કેસ સામે આવ્યા નથી. રવિવારે ગોવા પણ કોરોના મુક્ત થયું છે.અહીંયા દાખલ તમામ 7 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

6 રાજ્ય, એક કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત 1407- અહીંયા રવિવારે પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો બીજી બાજું ઈન્દોરમાં 45 વર્ષના પોલીસ સ્ટેશન પ્રભારી દેવેન્દ્ર ચંદ્રવંશીનું સંક્રમણના કારણે મોત થયું છે, જો કે મળતી માહિતી પ્રમાણે તેમના સતત 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી.

રાજ્ય  કેટલા સંક્રમિત થયા  કેટલા સ્વસ્થ થયા કેટલાનું મોત 
મહારાષ્ટ્ર 4200 507 223
દિલ્હી 2003 290 45
તમિલનાડુ 1477 411 15
મધ્યપ્રદેશ 1407 131 72
રાજસ્થાન 1495 205 24
ગુજરાત 1851 105 67
ઉત્તરપ્રદેશ 1117 127 17
તેલંગાણા 858 186 21
આંધ્રપ્રદેશ 647 65 17
કેરળ 401 270 03
કર્ણાટક 390 114 16
જમ્મુ-કાશ્મીર 350 56 5
પશ્વિમ બંગાળ 339 62 12
હરિયાણા 250 112 05
પંજાબ 244 37 16
બિહાર 96 42 2
ઓરિસ્સા 68 24 01
ઉત્તરાખંડ 42 9 00
હિમાચલ પ્રદેશ 39 16 02
આસામ 34 17 01
છત્તીસગઢ 36 25 00
ઝારખંડ 41 00 02
ચંદીગઢ 29 09 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 15 11 00
મેઘાલય 11 00 01
ગોવા 7 7 00
પુડ્ડુચેરી 7 4 0
મણિપુર 2 1 00
ત્રિપુરા 2 1 00
અરુણાચલ પ્રદેશ 1 1 00
દાદરા નગર હવેલી 1 0 0
મિઝોરમ 1 0 0
નાગાલેન્ડ 1 0 0

 

મહારાષ્ટ્ર, સંક્રમિત 4200- અહીંયા રવિવારે 552 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યના ગ્રીન અને ઓરેન્જ ઝોન વાળા 26 જિલ્લામાં સોમવારથી ઔદ્યોગિક કામગીરી શરૂ કરી દેવાશે. આ જિલ્લામાં કોરોનાના ઓછા કેસ છે.

રાજસ્થાન, સંક્રમિત 1478- અહીંયા રવિવારે 127 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં જોધપુરમાં 30, ભરતપુરમાં 17, નાગોરમાં 12, જયપુરમાં 1, સવાઈ માધોપુરમાં 4, બીકાનેર, કોટા અને ઝાલાવાડમં 2-2 જ્યારે ભીલવાડા, ઝૂંઝૂનૂં, જેસલમેર અને હનુમાનગઢમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો .

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1099ઃ અહીંયા રવિવારે 125 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 915ની સારવાર ચાલી રહી છે. 108 સ્વસ્થ થયા છે, જ્યારે 14ના મોત થયા છે. તો બીજી તરફ કાનપુરમાં તંત્રએ તબલીઘ જમાતઓ માટે અસ્થાઈ જેલ બનાવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here