ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત, શાળા-કોલેજો બંધ

0
0

ચોમાસુ પોતાની અંતિમ અવસ્થામાં છે તેમછતા જતા જતા પણ દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે. આના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. વરસાદનો કહેર આ વખતે પૂનામાં ફૂટ્યો છે જ્યાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 18 લોકોના મોત થઈ ગયા છે. વળી, ભારતીય હવામાન વિભાગે આજે પણ અહીં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે.

ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત
ભારે વરસાદથી બેહાલ પૂના

પૂણે અને આસપાસના વિસ્તારોમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ બની ગઈ. આ પ્રાકૃતિક વિપત્તિના કારણે ડઝનેક લોકોના મોત નીપજ્યા છે સાથે 100થી પણ વધુ વાહન પૂરમાં વહી ગયા છે. પૂણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતિને જોતા બધી શાળાઓ અને કોલેજોમાં રજા ઘોષિત કરી દીધી છે. તેમણે જણાવ્યુ કે બારામકી વિસ્તારમાં આવેલી પૂરમાં ફસાયેલા લગભગ 14 હજાર લોકોની કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યુ દુઃખ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂણેમાં વરસાદ અને પૂરના કારણે થયેલા 18 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ કરવામાં આવશે. આના માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત
આજે પણ ભારે વરસાદનુ એલર્ટ

વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીથી ભેજ આવી રહ્યો છે જેનાથી રાજ્યના ઘણા ભાગોમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ મુંબઈ અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન 204 મિલીથી વધુ વરસાદ અહીં થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here