કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 18539 કેસ- 592 મોત :અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અને 16 વિદેશી જમાતીઓ સહિત 30ની ધરપકડ

0
5

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા હવે 18,539 પહોંચી છે અને કુલ 592 લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 1580 અને 18 એપ્રિલે 1371 નવા દર્દી મળ્યા હતા.સોમવારે સૌથી વધારે 466 નવા કેસ મુંબઈમાં મળ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંથ્યા 4666 થઈ ગઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 232 છે, જે દેશમાં સૌથી વધારે છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર 75 હજાર રેપિડ ટેસ્ટ કરશે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે,શરતોના આધિન કેન્દ્રએ અમને ટેસ્ટની મંજૂરી આપી છે.

રાયપુરના શાકભાજી બજારમાં સોમાવારે સાંજે ઢીલ મળતાની સાથે જ મેળો જોવા મળ્યો હતો

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, અમે મુબંઈના ધારાવી જેવા વિસ્તારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ કરીશું. જો કે , જે લોકોને પહેલાથી હાર્ટની બિમારી છે અને તેમની ઉંમર 65 વર્ષ કરતા વધારે છે તો તેવા લોકોને આ દવા આપવામાં નહીં આવે. તો બીજી બાજુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18539 થઈ ગઈ છે. સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ગુજરાતમાં 196, ઉત્તરપ્રદેશમાં 84, આંધ્રપ્રદેશમાં 75, રાજસ્થાનમાં 98, પશ્વિમ બંગાળમાં 29 અને હરિયાણામાં 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 17,656 કેસ આવ્યા છે. જેમાં 14,255ની સારવાર ચાલી રહી છે. 2841 સ્વસ્થ થયા છે, સાથે જ 559 લોકોના મોત થયા છે.

મહત્વના અપડેટ્સ 

  •  અલહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર શાહિદ અને 16 વિદેશી જમાતીઓ સહિત કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશીઓની ધરપકડ ફોરેનર્સ એક્ટ હેઠળના મામલામાં કરાઈ છે જ્યારે પ્રોફેસર શાહિદને જમાતીઓને ચોરી-છુપા શહેરમાં શરણ આપવાના આરોપમાં અને મહામારી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે.
  • ઉત્તર દિલ્હીમાં રાશનની દુકાન પર કામ કરતો હેલ્પર પોઝિટિવ
  • મહારાષ્ટ્રના નાગપુરમાં 7 અને રાજસ્થાનમાં 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા
  • દેશમાં સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક રાષ્ટ્રપતિ ભવન પણ કોરોનોના સંકજામાં આવી ગયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની વહુ કોરોના પોઝિટિવ આવી છે. તે પોતાના પરિવાર સાથે જ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં રહેતી હતી. ત્યારબાદ કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ ક્વૉરન્ટીન કરી દેવાયા છે.
  • મધ્યપ્રદેશમાં કોરોનાના કારણે ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના પ્રભારી યશવંત પાલનું કોરોનાના કારણે મોત થયું છે. તે અંબર કોલોની કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડ્યૂટી દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સારવાર ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે સવારે તેમનું મોત થયું છે.

સંકટ વચ્ચે હોસલો વધારતા 3 કિસ્સા 

  •  ગુજરાતમાં અમદાવાદના ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વેન્ટીલેટરમાં ફેરફાર કર્યા છે, આનાથી અહીંયા એક સાથે એક કરતા વધુ દર્દીઓના ઉપયોગમાં આવી શકે છે.
  •  મુંબઈમાં મહિલા ઓટો રિક્ષા ડ્રાઈવર શીતલ સરોદે લોકડાઉન વચ્ચે જરૂરિયાતમંદોને મફતમાં સેવા આપી રહી છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો એવા છે, જેમને જરૂરી કામથી કોઈ શહેરમાં જવું હોય, તેમને વાહન મળતા નથી.
  •  છત્તીસગઢના કોડાગાંમમાં ડો.સંતોષી માણિરપુરી આઠ મહિનાની ગર્ભવતી છે. ત્યારબાદ પણ તે દર્દીઓની સારવાર કરી રહી છે. તેમના કહ્યાં પ્રમાણે દેશ જ્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એવામાં મને ખુશી છે કે હું સેવાઓ આપી રહી છું.

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
19 એપ્રિલ 1580
18 એપ્રિલ 1371
13 એપ્રિલ 1243
20 એપ્રિલ 1235
16 એપ્રિલ 1061
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સ્વસ્થ થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 4666 572 232
દિલ્હી 2081 431 47
તમિલનાડુ 1520 457 17
મધ્યપ્રદેશ 1485 138 72
રાજસ્થાન 1576 205 25
ગુજરાત 1944 131 71
ઉત્તરપ્રદેશ 1184 140 18
તેલંગાણા 872 186 23
આંધ્રપ્રદેશ 722 92 20
કેરળ 408 291 03
કર્ણાટક 408 114 16
જમ્મુ-કાશ્મીર 368 71 05
પશ્વિમ બંગાળ 339 66 12
હરિયાણા 251 141 05
પંજાબ 245 38 16
બિહાર 113 42 02
ઓરિસ્સા 74 24 01
ઉત્તરાખંડ 46 18 00
હિમાચલ પ્રદેશ 39 16 02
આસામ 34 19 01
છત્તીસગઢ 36 25 00
ઝારખંડ 45 00 02
ચંદીગઢ 29 09 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 15 11 00
મેઘાલય 11 00 01
ગોવા 07 07 00
પુડુુચેરી 07 04 00
મણિપુર 2 01 00
ત્રિપુરા 2 01 00
અરુણાચલપ્રદેશ 1 1 00
દાદરા નગર હવેલી 1 0 0
મિઝોરમ 1 0 0
નાગાલેન્ડ 1 0 0

6 રાજ્ય, 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિત 1485- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે સોમવારે કોરોનાના 78 નવા દર્દી મળ્યા. જેમાં સૌથી વધારે 40 કેસ ભોપાલમાં સામે આવ્યા છે. અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 254 થઈ ગઈ છે. એક દિવસ પહેલા સંખ્યા 214 હતી. ધારમાં 15 અને રાયસેનમાં 17 નવા સંક્રમિત મળ્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત -4666ઃ અહીંયા સોમવારે 466 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 53 પત્રકાર પણ સામેલ છે. તમામ હાલ આઈસોલેટ કરી દેવાયા છે. કુલ 171 વીડિયો જર્નાલિસ્ટ, રિપોર્ટર અને ફોટોગ્રાફરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિત 1576ઃ અહીંયા સોમવારે 98 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેમાંથી જયપુરમાં 50, જોધપુરમાં 32, કોટામાં 7 નવા દર્દી મળ્યા હતા. સાથે જ નાગૌર અને કોટામાં એક એક સંક્રમિતનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 25 લોકોનું આના લીધે મોત થયું છે. નાગૌરમાં કોરોના હોટસ્પોટ બનેલા બાસની ગામમાં શનિવારે જન્મેલી બાળકી પણ સંક્રમિત મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here