ખેડૂત રેલી દરમિયાન હિંસા મુદ્દે અત્યાર સુધી 22 FIR, પોલીસ CCTV ફુટેજની તપાસ કરી રહી છે

0
18

કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા ઉપદ્રવ અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ માટે અત્યાર સુધી 22 FIR નોંધાઈ ચૂકી છે. ઉપદ્રવીઓની ઓળખ માટે પોલીસ CCTV ફુટેજની તપાસ કરી રહી છે. લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તો આ તરફ મેટ્રો મેનેજમેન્ટે આજે ફરી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધું છે, સાથે જ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા છે.

ખેડૂતોએ મંગળવારે પોતાની ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલા જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવા બપોરે 12થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટિકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂત સવારે 8.30 વાગ્યે જ આ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરી ઘુસી ગયા અને પોતાની પરેડ શરૂ કરી દીધી. દિવસભર ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા પછી ગૃહ મંત્રી અમિત શાહે હાઈલેવલ મીટિંગ બોલાવી હતી.શાહે રાજધાનીમાં અર્ધસૈનિક દળોની વધુ કંપનીઓ મોકલવાના આદેશ આપ્યા છે.દિલ્હી પોલીસને ઉપદ્રવીઓ સામે સખતાઈથી એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસે સાત એફઆરઆઈ નોંધી છે. સૌથી જ દિલ્હીની હિંસા પછી હરિયાણામાં કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા. સાથે જ દિલ્હી પાસે આવેલા ત્રણ જિલ્લા સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ અને SMS સર્વિસ બંધ કરી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here